Home /News /gujarat /

સામાન્ય બોલાચાલીમાં યુવકનું અપહરણ કરી લૂંટી લેવાયો

સામાન્ય બોલાચાલીમાં યુવકનું અપહરણ કરી લૂંટી લેવાયો

મોરબીઃમોરબીના ભક્તિનગર સર્કલ નજીક રહેતા ગૌરાંગ રાવલ નામના યુવાનને શનાળા બાયપાસ નજીક મોટરસાયકલ રોકીને બાઈક પર આવેલા ભગીરથસિહ અને અન્ય 2 અજાણ્યા શખ્સો બળજબરીપૂર્વક બાઈકમાં બેસાડીને અપહરણ કરીને કેનાલ ચોકડી નજીક આવેલી દલવાડી હોટલ પાસે લઈ ગયા હતા.

મોરબીઃમોરબીના ભક્તિનગર સર્કલ નજીક રહેતા ગૌરાંગ રાવલ નામના યુવાનને શનાળા બાયપાસ નજીક મોટરસાયકલ રોકીને બાઈક પર આવેલા ભગીરથસિહ અને અન્ય 2 અજાણ્યા શખ્સો બળજબરીપૂર્વક બાઈકમાં બેસાડીને અપહરણ કરીને કેનાલ ચોકડી નજીક આવેલી દલવાડી હોટલ પાસે લઈ ગયા હતા.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
મોરબીઃમોરબીના ભક્તિનગર સર્કલ નજીક રહેતા ગૌરાંગ રાવલ નામના યુવાનને શનાળા બાયપાસ નજીક મોટરસાયકલ રોકીને બાઈક પર આવેલા ભગીરથસિહ અને અન્ય 2 અજાણ્યા શખ્સો બળજબરીપૂર્વક બાઈકમાં
બેસાડીને અપહરણ કરીને કેનાલ ચોકડી નજીક આવેલી દલવાડી હોટલ પાસે લઈ ગયા હતા.

જ્યાં ત્રણેય શખ્સોએ ફરિયાદી યુવાન ગૌરાંગ રાવલ નામના યુવાનને ઢીકા-
પાટુનો માર મારીને  તેનો 4 હજારની  કિમતનો મોબાઇલ તથા મોટરસાયકલની
ચાવીની લૂંટ ચલાવી હતી અને આ ત્રણેય શખ્સો એટલેથી અટક્યા ના હતા અને છરી વડે યુવાન પર જીવલેણ હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા.ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીના ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવ્યો છે.
એક ટ્યુશન કલાસીસના બાળકની પજવણી થતી હતી. જે મામલે  મોરબીના ભક્તિનગરસર્કલ પાસે રહેતા ગૌરાંગ રાવલ નામના યુવાનને જાણ થતા આ મામલે આરોપી ભગીરથસિહ નામના યુવાન સાથે 2 દિવસપહેલા સામાન્ય બોલાચાલી થવા પામી હતી અને નજીવી બોલાચાલી ત્યારે જ પૂરી થઈ ચુકી હતી અને  બંને યુવાનો વચ્ચે સમાધાન થયું હતું. અને આ મામલાને
અહી જ પૂરો કરવા માટે બંને યુવાનો સહમત થયા હતા પરંતુ આ બાબત આરોપી ભગીરથસિહ  ભૂલ્યો ના હતો.

2 સાગરીતો સાથે આવીને તેનું  અપહરણ કરીને તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. અને તેના પર લૂંટ ચલાવીને ભગીરથસિહ અને તેના 2 સાગરીતો નાસી છૂટ્યા હતા.એટલું જ નહિ પરંતુ આ ઝપાઝપી અને મારામારી દરમિયાન ગૌરાંગ રાવલ નામના યુવાનના ખિસ્સામાં રહેલા 85,000 રૂપિયાની રોકડ રકમ પણ ગુમ થઈ છે જે રકમ એક વેપારીને પેમેન્ટમાં ચુકવવા માટે તેની પાસે રાખી હોવાનું જણાવ્યું હતું.
First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, ગુનો, મોરબી, લૂંટ, શિક્ષણ, હુમલો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन