Home /News /gujarat /

દસક્રોઇના 7 ગામના લોકો રાત પડતા જ લૂંટારૂ ટોળકીથી ફફડે છે

દસક્રોઇના 7 ગામના લોકો રાત પડતા જ લૂંટારૂ ટોળકીથી ફફડે છે

અમદાવાદઃ અમદાવાદના છેવાડે આવેલા કેટલાય ગામના લોકો ચોર-લૂંટારૂ ટોળકીના ડરથી થથરી રહ્યા છે.અમદાવાદના દસક્રોઈ તાલુકાના અડધો ડઝનથી વધુ ગામોમાં રાત પડતાની સાથે જ એક ટોળકી સક્રિય થાય છે.ચોરી-લૂંટફાટ અને હુમલા કરતી આ ગેંગ અત્યાર સુધીમાં અનેક લોકોને શિકાર બનાવી ચૂકી છે. છેલ્લા દોઢ મહિનાથી સક્રિય આ ગેંગનો ભય એટલી હદે લોકોને સતાવી રહ્યો છે ગ્રામજનો સૂરજ આથમાતાની સાથે જ ગામમાં સન્નાટો વ્યાપી જાય છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

અમદાવાદના છેવાડે આવેલા કુહા, પસુંજ, કણભા, કુંજાડ, કુબડથલ, ભાવડા સહિતના કેટલાય ગામના લોકો ભયના ઓથાર હેઠળ છે.ગ્રામજનોને ડર છે એક એવી ટોળકીનો કે, જે રાતના સમયે એકલ-દોકલ વ્યક્તિ પર હુમલો કરીને લૂંટ ચલાવે છે.આ ટોળકીના સભ્યો કેટલીકવાર તો ખેતરોમાં રહેતા તેમજ ગામના છેડે રહેતા ખેડૂત પરિવારના ઘરો પર પથ્થરમારો પણ કરે છે.

કુહા ગામે ખેતરમાં રહેતા માધાજી મંગાજી નામના ખેડૂત અને તેમના પત્ની મોનાબેન આ ટોળકીનો ભોગ બની ચૂકયા છે.થોડાક દિવસો અગાઉ રાતના અંધકારનો લાભ લઈને આવેલી ટોળકીએ પહેલા પથ્થરથી અને તે પછી ધોકા વડે માધાજી અને તેમના પત્ની પર હિંસક હુમલો કર્યો અને માધાજીની પત્નીના પગમાંથી ચાંદીના કડા સહિતની મત્તા લૂંટીને નાસી છૂટયા હતા.

કુહા ગામના છેવાડે માધાજીના ખેતરમાં બનેલી ઘટના બાદ આ ટોળકીનો આતંક વધવા લાગ્યો છે.આ ટોળકી રાતના અંધકારમાં એકલ-દોકલ ગ્રામજનો પર હુમલા કરીને લૂંટ કરવા લાગી છે.કુહા પાસે આવેલા ભુલાવતની મુવાડીમાં રહેતા માણેકબેન ઠાકોર પખવાડીયા અગાઉ ઘરની બહાર સૂતા હતા ત્યારે તેમના એક કાનમાંથી સોનાનો કાપ અને તે પછી નાકની ચુની લૂંટારૂ ટોળકીએ કાઢી લીધી હતી.માણેકબેન જાગી જતા આ ટોળકીના એક સાગરિતે તેમનું મોઢું દબાવી દેતા તેઓ ગભરાઈ ગયા હતા.અને આ મોકાનો લાભ લઈને લૂંટારૂ ગેંગ નાસી છૂટી હતી.

લૂંટારૂ ટોળકીનો ખૌફ એટલી હદે વધી ગયો છે કે, ગ્રામજનો સાંજ પડતાની સાથે જ ડરથી ધ્રુજવા લાગે છે.દસક્રોઈ તાલુકાના અડધો ડઝનથી વધુ ગામોમાં આજેપણ રાત પડતાની રસ્તાઓ સૂમસામ થઈ જાય છે.ગ્રામજનોએ કણભા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને લૂંટારૂ ટોળકીના આતંકની રજૂઆત કરતા પોલીસે પેટ્રોલીંગ શરૂ કરી દીધું છે.
First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, ગુનો, પોલીસ, લૂંટ, હુમલો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन