Home /News /gujarat /તુને મેરે બડે ભાઇકો ક્યુ મારા કહી આ ગેંગ રાહદારીને લૂંટી લેતી

તુને મેરે બડે ભાઇકો ક્યુ મારા કહી આ ગેંગ રાહદારીને લૂંટી લેતી

સુરતઃ તુને મેરે બડે ભાઇકો કયુ મારા કહીને રાત્રી દરમિયાન એકલડોકલ વ્યકિતને નિશાન બનાલી ચપ્પુની અણીએ લૂંટ ચલાવનાર ગેંગને કતારગામ પોલીસે ઝડપી પાડી હતી. આ ગેંગની કડક પુછપરછ કરતા છ મહિના પહેલાનો એક હત્યાનો ગુનાનો પર્દાફાશ પણ થયો હતો. આ ગેંગએ કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલ પાસેથી પસાર થતા યુવાનને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવાને પ્રતિકાર કરતા છ પૈકી એક આરોપીએ તેની પાસેના ચપ્પુ વડે યુવાનને રહેંસી નાખી ભાગી છુટયા હતા.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

    કતારગામ સદ્દગુરુ ઓટો ગેરેજ પાસે 17મી જુનના રોજ એક લૂંટનો બનાવ બન્યો હતો. જેમા એક યુવાન રાત્રી દરમિયાન ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા ઇસમો પૈકી એક ઇસમે મેરે ભાઇકો કયુ મારા કહી આ વ્યકિત સાથે બોલાચાલી કરી તેને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.

    જો કે યુવાને પ્રતિકાર કરતા ત્રણ પૈકી એક યુવાને પોતાની પાસેના ચપ્પુ વડે આ યુવાન પર હુમલો કરી તેની પાસેનો મોબાઇલ છીનવીને ભાગી છુટયા હતા. બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવાને કતારગામ પોલીસ મથકમાં લૂંટ તથા મારામારીની ફરિયાદ નોંધાવી હતી. કતારગામ પોલીસે લૂંટ થયેલા મોબાઇલને ટ્રેસ કરતા મોબાઇલ લોકેશન લીંબાયતનું બતાવ્યું હતુ.

    જેથી પોલીસની એક ટીમે મોબાઇલ લોકેશનના આધારે પ્રદિપ યાદવ તથા બે કિશોરને ઉંચકી લાવી હતી. જેઓએ લૂંટ કર્યા હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. આ ઉપરાંત પોલીસે ધનીષ્ઠ પુછપરછ કરતા જે જાણવા મળ્યું તે જાણી પોલીસ પણ ચોકીં ઉઠી હતી. આ ત્રણેય યુવાનોએ તેમના અન્ય સાથીદાર વિજય ઉર્ફે વિજયો પવાર, જિતેન્દ્ર ઠાકુર તથા નવધણ રબારી નામના યુવાન સાથે 16મી જાન્યુઆરીના રોજ કતારગામ વસ્તાદેવડી રોડ પાસે મોહમંદ કોહિદ નામના યુવાન પાસે લૂંટ ચલાવી હતી અને કોહિદએ પ્રતિકાર કરતા આ તમામએ તેને ચપ્પુ વડે રહેંશી નાખી ત્યાંથી ભાગી છૂટયા હતા.

    કતારગામ પોલીસે ત્રણેયની કબૂલાતના આધારે અન્ય ચાર આરોપીની ધરપકડ કરી તેઓને જેલ ભેગા કર્યા હતા. હાલ કતારગામ પોલીસે ઝડપાયેલા આરોપી અગાઉ કોઇ લૂંટના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરવા માટે કોર્ટમા રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી હતી.
    First published:

    Tags: ક્રાઇમ, ગુજરાત, ગુનો, ટોળકી, લૂંટારૂ, હુમલો

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો