Home /News /gujarat /

COVID-19: મુશ્કેલીમાં કનિકા કપૂર, પ્રોટોકોલ તોડવાના મામલામાં લખનઉ પોલીસે FIR નોંધી

COVID-19: મુશ્કેલીમાં કનિકા કપૂર, પ્રોટોકોલ તોડવાના મામલામાં લખનઉ પોલીસે FIR નોંધી

લંડનથી પરત ફર્યા પછી કનિકાએ સતત લોકો સાથે સંપર્ક રાખ્યો હતો અને આ દરમિયાન કેટલીક પાર્ટીઓમાં પણ હાજર રહી હતી

લંડનથી પરત ફર્યા પછી કનિકાએ સતત લોકો સાથે સંપર્ક રાખ્યો હતો અને આ દરમિયાન કેટલીક પાર્ટીઓમાં પણ હાજર રહી હતી

    લખનઉ : કોરોના પોઝિટિવ મળ્યા પછી બોલિવૂડ સિંગર કનિકા કપૂરની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. કનિકા કપૂર પર પ્રોટોકોલ તોડવાના મામલામાં હવે લખનઉ પોલીસે તેની સામે કેસ નોંધ્યો છે. બતાવવામાં આવી રહ્યું છે કે લખનઉના જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ પછી પોલીસે તેની પર કેસ નોંધ્યો છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ કેસમાં તેની ધરપકડ પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે લંડનથી પરત ફર્યા પછી કનિકાએ સતત લોકો સાથે સંપર્ક રાખ્યો હતો અને આ દરમિયાન કેટલીક પાર્ટીઓમાં પણ હાજર રહી હતી. આ પાર્ટીઓમાં દેશના ઘણા હાઈ પ્રોફાઇલ લોકો હાજર હતા.

    યૂપીના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહે કહ્યું હતું કે કનિકા કપૂરે વિદેશથી આવ્યા પછી પ્રોટોકોલ તોડ્યો છે. તે કોઈને જાણ કર્યા વગર ઘણા સ્થાનો પર ગઈ છે. તેથી તેના પર જરુર કાર્યવાહી કરવામાં આવશે.

    આ પણ વાંચો - સિંગર કનિકા કપૂરનો કોરોનો પોઝિટિવ, પાર્ટીમાં સાથે હતા જિતિન પ્રસાદ, વસુંધરા રાજે

    આ મામલો સામે આવ્યા પછી જિલ્લાધિકારી અભિષેક પ્રકાશે આદેશ આપ્યો છે કે કનિકા કપૂરના ઘરથી ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારને ખઆલી કરાવી દીધો છે. વિકાસ નગર, ખર્રમનગર અને અલીગંજના વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે.
    Published by:user_1
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन