'રિટાયર થવા જઈ રહ્યો છું ક્યાંકનો અધ્યક્ષ બનાવી દેજો', યોગીના નામે ADGનો પત્ર લીક

સૂર્ય કુમાર શુક્લાએ પોતાના પત્રમાં લખ્યું છે કે, તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઈમાનદારી, પરિશ્રમ અને સેવા ભાવનાના પ્રશંસક છે.

સૂર્ય કુમાર શુક્લાએ પોતાના પત્રમાં લખ્યું છે કે, તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઈમાનદારી, પરિશ્રમ અને સેવા ભાવનાના પ્રશંસક છે.

 • Share this:
  યૂપીના ડીજી હોમગાર્ડ્સ સૂર્ય કુમાર શુક્લાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને રિટાયરેમેન્ટ પછી 2019માં થનાર લોકસભાની ચૂંટણી પ્રચારમાં સીએમ યોગી આદિત્યનાથને સહયોગ આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમને પત્રમાં આગ્રહ કર્યો છે કે, યૂપી સરકારની ખાલી પડેલ આયોગમાં તેઓ પોતાની સેવા આપવા ઈચ્છે છે. તમને જણાવી દઈએ કે, સૂર્ય કુમાર શુક્લા ભારતીય પોલીસ સેવાથી 31 ઓગસ્ટે રિટાયર થઈ રહ્યાં છે.

  સૂર્ય કુમાર શુક્લાએ પોતાના પત્રમાં લખ્યું છે કે, તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઈમાનદારી, પરિશ્રમ અને સેવા ભાવનાના પ્રશંસક છે. તેમને લખ્યું કે, તેઓ તેમના ઐતિહાસિક કાર્યમાં સહયોગી બનવા માંગે છે.

  ડીજી હોમગાર્ડ્સ આગળ લખે છઠે કે, તેમને પોતાના કાર્યકાળ દરમિયાન ઈમાનદારી અને નિષ્ઠાથી જનતાની સેવા કરી છે. રિટાયરમેન્ટ પછી તેઓ પોતાના દેશ અને સમાજની સમસ્યાઓનું નિવારણ માટે કાર્ય કરવા માટે ઈચ્છુક છે.  તેમને લખ્યું છે, મને સંગઠનના કાર્યો અને તેની વિચારધારામાં પૂર્ણ નિષ્ઠા અને વિશ્વાસ છે. મે પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પોલીસના વિભિન્ન પદો પર રહીને લોકોની સેવા કરી છે. તેમને સક્રિયા કરીને હું તમારા માટે સહયોગનું કામ કરીશ. મને વિશ્વાસ છે કે, તમારા સતત કરવામાં આવી રહેલા પ્રયત્નોને વધુ ઉંચાઈ આપવામાં હું સક્રિય સહયોગ કરી શકીશ.

  સૂર્યકુમાર શુક્લા આગળ લખે છે, 'નિમ્નલિખિત પદ તમારી સરકારમાં ખાલી ચાલી રહ્યાં છે. આમાંથી કોઈપણ પદ પર નિયુક્ત કરી દેવાથી હું તમારો સહયોગ કરવાની સ્થિતિમાં પહોંચી જઈશ.' તેમને ઉપાધ્યક્ષ યોજના આયોગ, અધ્યક્ષ કડી ગ્રામોદ્યોગ બોર્ડ, અધ્યક્ષ રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડ અને અધ્યક્ષ યૂપી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં કોઈ એકમાં નિયુક્તિની ઈચ્છા જાહેર કરી છે.
  Published by:Mujahid Tunvar
  First published: