'લુબાન' ડાંડિયે રમશે : નવરાત્રિમાં રેઈન ડાન્સની તૈયારી કરો !

News18 Gujarati
Updated: October 5, 2018, 5:40 PM IST
'લુબાન' ડાંડિયે રમશે : નવરાત્રિમાં રેઈન ડાન્સની તૈયારી કરો !
ગુજરાતમાં આ લુબનની અસર ૧૧મીની આસપાસ થઇ શકે છે એટલે નવરાત્રિમાં રેઇન ડાન્સ કરવાની તૈયારી ગુજરાતીઓએ કરવી પડશે.

ગુજરાતમાં આ લુબનની અસર ૧૧મીની આસપાસ થઇ શકે છે એટલે નવરાત્રિમાં રેઇન ડાન્સ કરવાની તૈયારી ગુજરાતીઓએ કરવી પડશે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી :

દેશમાં વાવાઝોડુ લુબાન આવી રહ્યું છે. જેની તૈયારી દેશના ૩ રાજયોએ તૈયારી કરી લીધી છે. આગામી દિવસોમાં ગરમીનો પારો ઘટવાની સાથે વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે.

''લુબાન'' ચક્રવાત એકાદ દિવસમાં પોતાની અસર દેખાડવા લાગશે. દેશના ૩ રાજયોમાં ભારે વરસાદની આગાહી અપાઈ છે. તામિલનાડુ અને કેરળમાં તો વરસાદ ચાલુ થઈ ગયો છે. આગામી દિવસોમાં લુબન નવરાત્રિ બગાડે તેવી પૂરી સંભાવના છે.

રાજ્યમાં આ અંગેની અસર આજ સાંજથી વર્તવા લાગી હતી. જેના ભાગરૂપે વલસાડ, દ્વારકા, જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. દક્ષિણ-પશ્ચિમ અરબી સાગરમાં સર્જાનાર લૉ-પ્રેશરના કારણે આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે.

હવામાનખાતા દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે કેરળ અને લક્ષદ્વીપમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. કેરળ અકીલા સરકાર દ્વારા રાજયના ત્રણ જિલ્લામાં લોકોને સાવધાન રહેવા તાકીદ કરાઈ છે. જે ત્રણ જિલ્લાને સાબદા કરાયા છે, તેમાં ઈડુક્કી, પલક્કડ અને થ્રિશુરનો સમાવેશ થાય છે. કર્ણાટકમાં સરકારે રેડ એલર્ટ જાહેર કરી છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં સ્કૂલોમાં પણ સરકારે રજા જાહેર કરી દીધી છે. તામિલનાડુંમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. કર્ણાટકમાં આ સપ્તાહમાં ભારે વરસાદ પડવાની સંભાવનાને પગલે તંત્ર પણ એલર્ટ બન્યું છે. ચક્રવાત લુબનને પગલે દેશમાં ગરમીનો પારો નીચે આવી છે. દિલ્હી સહિત દેશભરમાં વાદળો છવાયેલા રહેશે.

ગુજરાતમાં ગરબાના શોખિનોએ રેઈન ડાન્સની તૈયારી કરવી પડશે.ગુજરાતમાં આ લુબનની અસર ૧૧મીની આસપાસ થઇ શકે છે એટલે નવરાત્રિમાં રેઇન ડાન્સ કરવાની તૈયારી ગુજરાતીઓએ કરવી પડશે. ૧૧મીથી રાજ્યનું વાતાવરણ બદલાઈ જશે. દેશના અલગ-અલગ રાજયોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ૪૮ કલાકમાં પોડુચેરી, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત લક્ષદ્વીપ, આંદમાન નિકોબારમાં પણ વરસાદ પડવાની શકયતા છે. હવામાન વિભાગની આગાહીના પગલે રાજય સરકારને એલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.મહત્વનું છે કે, કેરળમાં તાજેતરમાં વરસાદ અને પુરના કારણે તારાજી સર્જાઈ હતી. જેથી વરસાદની પ્રબળ શકયતા ધરાવતા રાજયમાં વહીવટી તંત્રને એલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. અરબી સમુદ્રમાં દરિયાકિનારે આવેલા તમામ રાજયોમાં આ ચકવાતની અસર દેખાશે. ખાનગી હવામાનસંસ્થા સ્કાયમેટના જણાવ્યા મુજબ શુક્રવારે અરબી સમુદ્રમાં સર્જાનારાં આ વાવાઝોડાને 'લુબાન' નામ આપવામાં આવશે. હળવાં દબાણનો પટ્ટો ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધશે અને ભારે વરસાદ પડશે તેમ સ્કાયમેટે જણાવ્યું હતું.
First published: October 5, 2018
વધુ વાંચો
अगली ख़बर