LRD ભરતી વિવાદ : બિન અનામત વર્ગનું આંદોલન પૂર્ણ, અનામત વર્ગનું આંદોલન યથાવત્

News18 Gujarati
Updated: February 17, 2020, 8:44 PM IST
LRD ભરતી વિવાદ : બિન અનામત વર્ગનું આંદોલન પૂર્ણ, અનામત વર્ગનું આંદોલન યથાવત્
બિન અનામત વર્ગનું આંદોલન પૂર્ણ, અનામત વર્ગનું આંદોલન યથાવત્

આજે નહીં તો કાલે 1-8-2018નો જીઆર રદ કરવો જ પડશે. અમારું સ્પષ્ટ વલણ છે - અલ્પેશ ઠાકોર

  • Share this:
ગાંધીનગર : LRD ભરતી વિવાદમાં બિન અનામત વર્ગનું આંદોલન ખતમ થવાની જાહેરાત કરાઈ છે. વિરોધને શાંત પાડવા સરકારે 1-8-18ના પરિપત્રને ધ્યાને ન લઇને LRDની ભરતીમાં જગ્યા વધારી દીધી છે. જેથી કરીને તમામ વર્ગના 62.5 ટકાથી વધુ માર્ગ મેળવનારી મહિલાઓની ભરતી કરાશે .સરકાર દ્વારા ભરતીમાં વધારાની જાહેરાત કરતા બિન અનામત સંકલન સમિતિએ આ નિર્ણય કર્યો હતો. જોકે બીજી તરફ છેલ્લા 70 દિવસથી આંદોલન કરી રહેલા અનામત વર્ગનું આંદોલન યથાવત્ છે. તેમની માંગણી 1-8-2018ના ઠરાવને રદ કરવાની છે.

આ મુદ્દે દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે અમારી આંદોલન છાવણી સ્થગિત કરવામાં આવે છે. બિન અનામત સંકલન સમિતિએ આ નિર્ણય કર્યો છે. તમામ બહેનોને અને અમને સરકારની જાહેરાત સંપૂર્ણ પણે સ્વિકાર્ય છે. જો લાયકાતવાળી બહેનો રહી જશે તો અમે કોર્ટમાં પિટિશન કરીશું. સરકાર જાહેરાત મામલે કોઈ ફેરફાર નહીં કરે તેવો અમને વિશ્વાસ છે. જો આમ નહીં થાય તો સમિતિ આગળનો નિર્ણય કરશે.

આ પણ વાંચો - LRD આંદોલનમાં નવો ડખો : મહિલાઓ માટે જગ્યા વધારતા હવે યુવાનોએ સરકાર સામે મોરચો માંડ્યો

અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી જણાવ્યુ હતું કે LRD ભરતી મુદ્દે સરકારનો નિર્ણય આવકાર્ય છે. અમે મહિલાઓની વાતને સરકાર સુધી પહોંચાડી છે. સરકારે તમામ વર્ગના આગેવાનો સાથે વાત કરી હતી. આ ઠરાવમાં સુધારો કરવા માટે સરકારે તૈયારી દાખવી છે. હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાનું સરકારે કહ્યું હતું. સરકાર આગામી સમયમાં રદ કરી શકે છે. સરકાર કોર્ટના આદેશ સુધી નવી ભરતીઓ નહીં કરે. આજે નહીં તો કાલે જીઆર રદ કરવો જ પડશે. અમારું સ્પષ્ટ વલણ છે.
First published: February 17, 2020
વધુ વાંચો
अगली ख़बर