LRD ભરતી વિવાદ : CMના નિવાસસ્થાને બેઠક ખતમ, ફરી કોઈ નિર્ણય ના લેવાયો

News18 Gujarati
Updated: February 15, 2020, 7:08 PM IST
LRD ભરતી વિવાદ : CMના નિવાસસ્થાને બેઠક ખતમ, ફરી કોઈ નિર્ણય ના લેવાયો
LRD ભરતી વિવાદ : CMના નિવાસસ્થાને બેઠક ખતમ, ફરી કોઈ નિર્ણય ના લેવાયો

અમને જાણ કર્યા વગર કોઈ નિર્ણય કરાશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે - દિનેશ બાંભણિયા

  • Share this:
ગાંધીનગર : લોકરક્ષક દળ(LRD)ની પરીક્ષામાં અનામત વર્ગ અને બિન અનામત વર્ગ સામ-સામે આંદોલન કરી રહ્યા છે. જેના કારણે સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે. ત્રણ દિવસથી સરકાર આ મુદ્દે બેઠક કરી રહી છે પણ કોઈ નિર્ણય કરી શકતી નથી. આ મામલે શનિવારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક મળી હતી. આ બેઠક લગભગ બે કલાક ચાલી હતી પણ તેમાં કોઈ નિર્ણય કરી શકી ન હતી. આમ આ મુદ્દાએ સરકાર માટે આગળ ખાઇ પાછળ કુવા જેવી સ્થિતિ સર્જાઈ છે.

આ મામલે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ સરકારને આજે રાત્રે 12 વાગ્યા સુધીનું અલ્ટિમેટલ આપ્યું છે. બાંભણિયાએ જણાવ્યું હતું કે સરકાર અમને ખોટી રીતે ભરમાવી રહી છે. અમને સરકાર લોલીપોપ આપી રહી છે. અમને જાણ કર્યા વગર કોઈ નિર્ણય કરાશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે. સરકારને આજે રાત્રે 12 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ છે. અમે હજુ અમારી સંસ્થાઓને પત્ર લખ્યો નથી. સરકાર સાંભળશે નહીં તો આગળની રણનીતિ બનાવવામાં આવશે.

આ પણ વાંચો - અનામત-બિન અનામત વર્ગનો LRD વિવાદ : મહેસાણા બંધને મિશ્ર પ્રતિસાદ

ઉલ્લેખનીય છે કે લોકરક્ષક દળ(LRD)ની પરીક્ષા વિવાદ મામલે અનામત વર્ગ અને બિન અનામત વર્ગ સામ-સામે આવી ગયા છે. અનામત વર્ગની માંગ છે કે, 1 ઓગસ્ટ 2018નાં રોજ GAD દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને રદ કરવા આવે. આ માંગને લઈને ઓબીસી, એસસી અને એસટીની મહિલા ઉમેદવારો છેલ્લા 67 દિવસથી ગાંધીનગરમાં આંદોલન કરી રહી છે. બીજી તરફ બિન અનામત વર્ગ આ પરિપત્રમાં કોઇ સુધારો ન કરવા આંદોલન પર ઉતર્યો છે.
First published: February 15, 2020, 7:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading