ન્યૂઝ 18 ગુજરાતી : હાલમાં એલઆરડીની પરીક્ષાનું પેપર ફૂટી ગયું અને રાજ્યના લગભગ સાડા આઠ લાખ આશાસ્પદ યુવાનોએ કરેલી મહેનત ઉપર પાણી ફરી વળ્યું। હવે ફરી 6 જાન્યુઆરી, 2019ના રોજ પુનઃ પરીક્ષા લેવાશે, કિન્તુ તે વખતની મહેનત અને સ્પર્ધાત્મક વાતાવરણને ક્યાંથી લાવી શકાય ?
અહીં ક્લિક કરી વાંચો PIC: અંબાણી પરિવારના ઘરે આવી જાન, અનંત-આકાશે ઘોડે ચડી કર્યુ સ્વાગત
આ પેપર ફૂટી જતા એલઆરડીની તૈયારી કરતા યુવાનોની ચિંતા, તકલીફો, મહેનત અને દુઃખ- આ તમામ મનઃસ્થિતિને હૂબહૂ રજુ કરવાનો પ્રયાસ કર્યો છે, 'જિગલી અને ખજૂર" ના શો દ્વારા નીરવ જાનીએ.
તમે જાણતા જ હશો કે ખજૂર નામધારી નીતિન જાનીનો જન્મ થયો સુરતના બારડોલીમાં, અહીં પ્રાથમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ એમસીએ, એમબીએ, એલએલબી પૂનામાંથી મેળવ્યું અને થોડો સમય પુના શિફ્ટ થયા. આઇટી સેક્ટરમાં એક વર્ષ નોકરી કરી.
નાનપણથી સ્વભાવ મજાકીયો અને રમુજી. આઇટીના જ એક પ્રોજેક્ટને લઈને જ બૉલીવુડ સાથે સંકડાવાનું થયું અને બાદમાં એક ફિલ્મ "આવું જ રહેશે" નું નિર્માણ કર્યું , સ્વયં જ સ્ક્રિપટ લખી. આ ફિલ્મ કૈક સફળ રહ્યા પછી એક ફેમિલી શો કરવાની ઈચ્છા થઇ. જેના પરિણામ સ્વરૂપે 'જિગલી અને ખજૂર' શો અસ્તિતવમાં આવ્યો. આ શૉમાં તેનો નાનો ભાઈ તરુણ જાની પણ કામ કરે છે. વિવિધ વિષયોને લઈને થતા શોના કારણે આજે 'ખજૂર અને જિગલી" શો યૂટ્યૂબ ઉપર ભારે ધમાલ મચાવી રહ્યો છે.
અહીં ક્લિક કરી વાંચો ભારતને મળ્યો ખતરનાક બોલર, માત્ર 11 રન આપી ખેડવી 10 વિકેટ!