LPG રસોઈ ગેસ સિલેન્ડરની કિંમતોમાં થયો વધારો! અહીં જાણો નવો રેટ્સ

મોટાભાગના લોકોના ઘરમાં એલપીજી ગેસ કનેક્શન હશે. એવામાં કેટલાએ લોકો સબસિડીનો પણ ફાયદો લઈ રહ્યા હશે. આમ તો સબસિડીના પૈસા સીધા તમારા સંબંધિત બેન્ક ખાતમાં આવી જાય છે, પરંતુ કેટલીક વખત બેન્કની ભૂલના કારણે પૈસા એકાઉન્ટમાં નથી પહોંચતા. તો હવે પ્રશ્ન એ છે કે, કેવી રીતે ખબર પડે કે પૈસા એકાઉન્ટમાં આવે છે કે નહી. તો જોઈએ તેની રીત...

1 ડિસેમ્બરે સબસિડીવાળા સિલિન્ડર પર 6.52 રૂપિયા અને 1 જાન્યુઆરીએ 5.91 રૂપિયાની કટોતી કરવામાં આવી હતી

  • Share this:
    દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC)એ સબસિડીવાળા ઘરેલુ રસોઈ ગેસ સિલેન્ડર (LPG) પર 2.08 રૂપિયા અને સબસિડી વગરના સિલિન્ડર 42.50 રૂપિયા મોંઘા કરી દીધા છે. સિલિન્ડરની કિંમતમાં આ વધારો સળંગ 3 મહિનાની કટોતી બાદ કરવામાં આવ્યો છે. ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશને એક નિવેદનમાં આ જાણકારી આપી. કંપનીનું કહેવું છે કે, ઈંધણના વધેલા બજાર મૂલ્ય પર કર પ્રભાવના ચાલતા આ વધારો આવશ્યક થઈ ગયો હતો.

    આ વધારા બાદ દિલ્હીમાં 1 માર્ચથી 14.2 કિલોગ્રામની સબસિડીવાળા રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 495.61 રૂપિયા થશે, હાલ 493.53 રૂપિયા છે. જ્યારે સબસિડી વગરનો સિલિન્ડર હવે 701.50 રૂપિયાનો થશે.

    આ પહેલા 1 ફેબ્રુઆરીએ ઈન્ડીયન ઓઈલે કહ્યું હતું કે દિલ્હીમાં સબસિડીવાળા 14.2 કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમત 493.53 રૂપિયા થશે, જે હાલ 494.99 રૂપિયા છે. આ રીતે સબસીડિ વગરન 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત પમ 30 રૂપિયા ઘટાડી હવે 659 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવી છે.

    1 ડિસેમ્બરે સબસિડીવાળા સિલિન્ડર પર 6.52 રૂપિયા અને 1 જાન્યુઆરીએ 5.91 રૂપિયાની કટોતી કરવામાં આવી હતી. એલપીજીના ભાવમાં ઘટાડાનું મહત્વનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત ઘટવી અને અમેરિકન ડોલરના મુકાબલે રૂપિયાની સ્થિતિ સુધરવી છે. એલપીજી ગ્રાહકોને સિલિન્ડર બજાર કિંમત લેવાના હોય છે.
    Published by:kiran mehta
    First published: