Home /News /gujarat /

પ્રેમકહાની! પાકિસ્તાની પ્રેમિકાને મળવા મહારાષ્ટ્રનો યુવક કચ્છ સરહદે પહોંચ્યો, બાઈક બગડતા ચાલતી પકડી અને પછી...

પ્રેમકહાની! પાકિસ્તાની પ્રેમિકાને મળવા મહારાષ્ટ્રનો યુવક કચ્છ સરહદે પહોંચ્યો, બાઈક બગડતા ચાલતી પકડી અને પછી...

સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનની કરાચીની કથિત યુવતીના પ્રેમ પાગલ બનેલા ભારતીય પ્રેમીએ કોઈપણ કાળે કથિત પ્રેમિકાને મળવા જવાનો નિર્ણય કર્યો હતો.

સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનની કરાચીની કથિત યુવતીના પ્રેમ પાગલ બનેલા ભારતીય પ્રેમીએ કોઈપણ કાળે કથિત પ્રેમિકાને મળવા જવાનો નિર્ણય કર્યો હતો.

  મેહુલ સોલંકી, કચ્છઃ બોલિવુડની (Bollywood) ફિલ્મ "રેફ્યુજી"માં પ્રેમી તરીકે જે રીતે સરહદ પાર કરે છે એવો કિસ્સો રિયલ લાઈફમાં (Real life) ઘટ્યો છે. પોતાની પાકિસ્તાની પ્રેમિકાને (Pakistani lover) મળવા હિન્દુસ્તાનના એક યુવાને કચ્છના સીમાડાઓ (Kutch border) ખુંદવા માંડ્યા પરંતુ બંનેનું મિલન ન થઇ શક્યું. યુવક પોતાની પ્રેમિકાને મળે તે પહેલા બીએસએફના (BSF) જવાનોએ પકડી પાડ્યો હતો.


  મહારાષ્ટ્રના (Maharashtra) ઓસ્માનાબાદ પોલીસ મથકે 11 જૂલાઈ 2020ના રોજ નોંધાયેલી એક યુવકની ગુમનોંધના આધારે સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ઓસ્માનાબાદ સીટી પોલીસ (Osmanabad City Police) મથકે સિદ્દીકી મોહમ્મદ ઝીશાનુદ્દિન મોહમ્મદ સલિમુદ્દીન નામના યુવકની મિસિંગ કમ્પ્લેઈન્ટ તેના સ્વજનોએ રજિસ્ટર કરાવી હતી. ઝીશાન એન્જિનિયરીંગનો છાત્ર છે.


  પોલીસે ઝીશાનના મોબાઈલની કૉલ ડીટેઈલ અને લોકેશન ટ્રેસ કર્યાં તો ચોંકી ઉઠી. કારણ કે, તેના ફોનમાં અવારનવાર કલાકો સુધી ઈનકમીંગ-આઉટગોઈંગમાં પાકિસ્તાની નંબર પર વાતચીત થતી હતી. પોલીસે ઝીણવટભરી તપાસ કરી તેના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ ચેક કર્યાં તો એક પાકિસ્તાની યુવતી સાથેની ચેટની વિગતો સાંપડી હતી.


  મહારાષ્ટ્ર પોલીસ સમજી ગઈ હતી કે યુવક પાકિસ્તાનની કોઈ છોકરીના પ્રેમમાં પાગલ છે. ટેકનિકલ સર્વેલન્સના આધારે બહાર આવ્યું કે ઝીશાન હાલ કચ્છની બોર્ડર આસપાસ છે. અને તે તેની કથિત પ્રેમિકાને મળવા ભારત સીમા પાર કરી પાકિસ્તાન જવાની ફિરાકમાં છે, મહારાષ્ટ્ર પોલીસે તુરંત કચ્છ પોલીસનો સંપર્ક કરી બધી વિગતો જણાવતા કચ્છ પોલીસે આ પાગલ પ્રેમીને કોઈપણ ભોગે પાકિસ્તાન જતો અટકાવી પકડી પાડવા રણ સરહદે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું. બોર્ડર સિક્યોરીટી ફોર્સને પણ એલર્ટ કરાઈ.


  પૂર્વ કચ્છ પોલીસે રાપરના અંતરિયાળ ખડીર વિસ્તારમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે આ યુવક બે એક દિવસથી બાઈક લઈને ફરતો હતો. છેવટે તે પાકિસ્તાન તરફ ગયો હતો. પોલીસે રણમાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં એક સ્થળેથી કાદવમાં ફસાયેલું બાઈક મળી આવ્યું હતું. કાદવમાં યુવકના પગલાં પાકિસ્તાન તરફ આગળ જતાં જોવા મળ્યાં હતા.


  વરસાદના કારણે રણમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હોઈ બાઈક ફસાઈ ગયું હતું. જેથી યુવક પગપાળા જ પાકિસ્તાન તરફ નીકળ્યો હતો.અફાટ રણમાં પ્રેમિકાને મળવા નીકળેલો યુવક રસ્તો ભટકી ગયો હતો. તે ખડીરથી પાકિસ્તાન જવાના બદલે ભારતીય સીમામાં ખાવડા નજીક કાઢવાંઢ પાસે શેરગિલ પોસ્ટ પાસે પિલર નંબર 1055 પાસે પગપાળા આવી ગયો હતો.


  આ વિસ્તાર સામાન્ય નાગરિકોની અરજવર માટે પ્રતિબંધિત છે. ત્યાં હાજર બીએસએફ જવાનોએ યુવકને ઝડપી પાડી પૂછતાછ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. બીએસએફ દ્વારા ઝીશાન પોલીસને સુપ્રત કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઝીશાન પ્રેમિકાના બદલે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈની હની ટ્રેપનો પણ શિકાર બન્યો હોઈ શકે છે. વધુ વિગતો પોલીસની પૂછતાછમાં સ્પષ્ટ થશે. કચ્છ પોલીસે મહારાષ્ટ્ર પોલીસને જાણ કરતાં મહારાષ્ટ્ર પોલીસ ઝીશાનનો કબ્જો લેવા કચ્છ આવવા રવાના થઈ ગઈ છે.


  સોશિયલ મીડિયાના (Social media) માધ્યમથી પાકિસ્તાનની કરાચીની કથિત યુવતીના પ્રેમ પાગલ બનેલા ભારતીય પ્રેમીએ કોઈપણ કાળે કથિત પ્રેમિકાને મળવા જવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ એ નિર્ણય પાકિસ્તાન સુધી પહોચવામાં નિષ્ફળ નીવડ્યો, યુવાને પ્રેમીકાને મળવા કચ્છના રણ તરફનો માર્ગ પસંદ કર્યો અને પગપાળા જ નીકળી પડ્યો હતા. માસુકાના ઘર તરફના રસ્તે, પરતું કચ્છના સીમાડા પર તૈનાત ભારતીય સુરક્ષા એજન્સી બીએસએફને યુવાનની હલચલની જાણ થઇ ગઈ અને તેને સિમાડામાંથી આંતરી લીધો. બીએસએફની ટીમે પરત લઇ આવી આ યુવાનની પૂછપરછ કરી ત્યારે ગજબની પ્રેમ કહાની સામે આવી હતી.
  Published by:user_1
  First published:

  આગામી સમાચાર