રાજકોટ : લોકઅપનો વધુ એક Live Video વાયરલ, 'પુલીસ આયેંગા તો બોલના માયા ભાઈ આયા થા'

રાજકોટના લોકઅપમાં લુખ્ખાઓ બેફામ

પોલીસ મથકનાં લૉકઅપ લુખ્ખા તત્વો માટે બન્યુ 'સોશિયલ મીડિયા હબ,' લૉકઅપમાંથી બનાવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા દેકારો. જુઓ વીડિયોમાં સુમરાની કરતૂતો

  • Share this:
રાજકોટ (Rajkot) શહેરના વધુ એક પોલીસ સ્ટેશનના (Police Lockup) લોકઅપ નો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થઇ રહ્યો છે (Viral). રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ (Pradyuman Nagar Police ) સ્ટેશનનાં લોકઅપનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. થોડા સમય પહેલા લૂંટના (Loot Accused) કેસમાં પકડાયેલા આરોપી રાહિલ સુમરા લોકઅપમાં હોય તે પ્રકારનો વીડિયો બનાવવામાં આવ્યો છે. વીડિયો બનાવી તેમાં 'કિંગ' લખી સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સ્ટેટસ તરીકે વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા વિડિયો ઉતારનાર તેમજ રાહિલ સુમરા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ જ પ્રકારનો વીડિયો ભક્તિનગર પોલીસ સ્ટેશનના લોકઅપની અંદર બનાવવામાં આવ્યું હોવાનું થોડા સમય પહેલા સામે આવ્યું હતું. જે અંતર્ગત ભક્તિનગર પોલીસ દ્વારા આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ચાર જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જે અંતર્ગત બે જેટલા આરોપીઓ પકડાઇ ચૂક્યા છે જ્યારે કે બે જેટલા આરોપીઓને હજુ પણ શોધખોળ શરૂ છે.

આ પણ વાંચો :  પંચમહાલ : હાથમાં ખુલ્લી તલવાર લઈને યુવકે આતંક મચાવ્યો, ઘટનાનો Live Video થયો વાયરલ

રાજકોટ શહેરના (Rajkot city) ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં (Bhaktinagar police station) લોકઅપમાં (lockup) રહેલા આરોપીઓના વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ (viral video on social media) કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ ભક્તિનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ભક્તિનગર પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

જે અંતર્ગત ગણતરીની કલાકોમાં બે જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. ભક્તિનગર પોલીસે it act 2000 ની કલમ 72 (અ), 84(બિ)(સી), તથા જીપી એક્ટ ની કલમ 120 તથા IPCની કલમ 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : રાજકોટ : 'મારે ધંધો શરૂ કરવો છે, તારા બાપને ત્યાંથી ત્રણ લાખ રૂપિયા લઇ આવ'

ભક્તિનગર પોલીસ દ્વારા દીપકભાઈ જેન્તીભાઈ કનેરીયા, ભરતભાઇ દિલીપભાઈ ડવ, જયેશ ભાઈ રાણાભાઇ ડાંગર, તુષાર ઉર્ફે અદા વિજય ભાઈ દવે વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે પૈકી ભક્તિનગર પોલીસે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર શખ્સ દીપ કનેરિયા તેમજ ભરતભાઇ ડવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે કે અન્ય બે આરોપીઓ પકડવાના બાકી છે. ત્યારે પોલીસ સૂત્રો નું માનીએ તો બને આરોપીઓ હાલ ગુજરાત બહાર નાસી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
Published by:Jay Mishra
First published: