Home /News /gujarat /

કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ખરીદ્યા બાદ પણ ભાજપ દુઃખી: હાર્દિક પટેલ

કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ખરીદ્યા બાદ પણ ભાજપ દુઃખી: હાર્દિક પટેલ

હાર્દિક પટેલ (ફાઇલ તસવીર)

હાર્દિકે કહ્યું કે ભાજપમાં ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ, વાઘોડીયાના ધારાસભ્ય મુધ શ્રીવાસ્તવથી લઈને અનેક નેતાઓ નારાજ છે, તેઓ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યાં છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે એક પત્રકાર પરિષદ યોજીને ભાજપ પર પ્રહારો કર્યા છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ભાજપે જો ગુજરાતમાં વિકાસ કર્યો હોય તો શા માટે કોંગ્રેસના નેતાઓને ખરીદવાની જરૂરી પડે છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ખરીદ્યા પછી પણ ભાજપ દુઃખી છે. હાર્દિકે જણાવ્યું હતું કે કોંગ્રેસ આગામી ચૂંટણી જીતી અને દેશમાં સરકાર બનાવવા જઈ રહી છે.

    હાર્દિકે કહ્યું, “ભાજપમાં અનેક નેતાઓ નારાજ છે, કોંગ્રેસના એક પછી એક કોંગ્રેસના કદ્દાવર નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. જે દિવસે 2019માં અમારી સરકાર બનશે અમે સારા સારા કામોની યોજનાઓ બનાવીશું. જે નારાજ નેતાઓ ભાજપમાં છે, તેમને અમે બોલાવીશું તેમને કોંગ્રેસમાં માન મળશે. ભાજપમાં ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ, મધુ શ્રીવાસ્તવથી લઈને અનેક નેતાઓ નારાજ છે, પરંતુ તેઓ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યાં છે. ”

    આ પણ વાંચો: 'ભાજપે દગો કર્યો': કારડિયા રાજપૂતો ચૂંટણી પહેલા લડી લેવાના મૂડમાં

    ભાજપના નેતાઓ જ સુરક્ષિત નથી
    આજે યોજાયેલી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સીએમના નિવાસ સ્થાને શા માટે યોજવી પડી? ભાજપના રાજમાં ભાજપના જ નેતાઓ સુરક્ષિત નથી.

    આ પણ વાંચો: વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં 150 કાર્યકર્તાના રાજીનામાથી ખળભળાટ

    જામનગર બેઠક અંગે પાર્ટી નિર્ણય કરશે
    હાર્દિકે જણાવ્યું હતું કે જામનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાનો નિર્ણય પાર્ટી કરશે, પાર્ટી કહેશે તે બેઠક પરથી ચૂંટણી લડીશ. હાર્દિકે જણાવ્યું હતું કે લોકો દેશમાં કોંગ્રેસની સરકાર ઇચ્છી રહ્યાં છે, જ્યારે અમે સત્તા પર આવીશું ત્યારે લોકોને ઉપયોગી થાય તેવી યોજનાઓ બનાવીશું.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Genrel election 2019, Loksabha election 2019, કોંગ્રેસ, ભાજપ, હાર્દિક પટેલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन