Home /News /gujarat /

Exit Poll : આ ત્રણ રાજ્યમાં બીજેપીએ બધાને ચોંકાવ્યા

Exit Poll : આ ત્રણ રાજ્યમાં બીજેપીએ બધાને ચોંકાવ્યા

પીએમ મોદી (ફાઇલ તસવીર)

    ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણી 2019 માટે એક્ઝિટ પોલ સામે આવી ચુક્યા છે. લગભગ દરેક એજન્સીએ એક્ઝિટ પોલમાં એનડીએની જીતની સંભાવના વ્યક્ત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ રાજ્યમાં બીજેપી સારુ પ્રદર્શન કરી રહી છે જેના કારણે તે ફરીથી સરકાર બનાવી શકે છે. આ એ ત્રણ રાજ્ય છે જેની બધે ચર્ચા ચાલી રહી છે.

    1. ઉત્તર પ્રદેશ

    દેશમાં સૌથી વધારે લોકસભા સીટ ધરાવતા ઉત્તર પ્રદેશ પર બધાની નજર ટકેલી છે. ભારતીય રાજનીતિના ઇતિહાસમાં એવું કહેવામાં આવે છે કે ઉત્તર પ્રદેશમાં જેની જીત થાય છે, કેન્દ્રમાં તે સરકાર બનાવે છે. ગત લોકસભાની ચૂંટણીમાં અહીં બીજેપીએ 80માંથી 71 બેઠક પર જીત મેળવી હતી. આ વખતની ચૂંટણીમાં એસપી અને બીએસપીના ગઠબંધને બીજેપીને ખૂબ ટક્કર આપી હતી. પરંતુ એક્ઝિટ પોલના પરિણામો ચોંકાવનારા છે. અનેક એક્ઝિટ પોલ્સ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં ગઠબંધનનું ગણિત નિષ્ફળ રહ્યું છે. જ્યારે અમુક પોલ્સમાં 50-50 મુકાબલો બતાવવામાં આવ્યો છે. News18-Ipsos Exit Pollના સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં બીજેપી અને તેની સહયોગી પાર્ટી 60-62 બેઠક પર જીત મેળવશે. જ્યારે ગઠબંધને ફક્ત 17-19 બેઠક જીતીને સંતોષ માનવો પડશે.

    આ પણ વાંચો : UP Exit Poll Results 2019: 60 બેઠકો સાથે બીજેપી સૌથી આગળ

    શું કહે છે બાકીના એક્ઝિટ પોલ?

    ટૂડેઝ ચાણક્ય : બીજેપી 65, ગઠબંધન 13
    ટાઇમ્સ નાઉ- વીએમઆર : બીજેપી 58, ગઠબંધન, 20
    ઇન્ડિયા ટૂડે એક્સિસ માય ઇન્ડિયા : બીજેપી 62-68, ગઠબંધન 10-16

    2. પશ્ચિમ બંગાળ

    પશ્ચિમ બંગાળમાં જીત માટે બીજેપીએ આખી તાકાત લગાડી દીધી હતી. સાત તબક્કામાં અહીં મતદાન થયું હતું અને દરેક તબક્કામાં પીએમ મોદી અને અમિત શાહે અહીં રેલી કરી હતી. દરેક તબક્કામાં હિંસાના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ એક્ઝિટ પોલના હેરાન પમાડતા પરિણામો અહીંથી સામે આવ્યા છે. દરેક એક્ઝિટ પોલ્સ અલગ અલગ આંકડા રજૂ કરી રહ્યાં છે, પરંતુ દરેક કહી રહ્યા છે કે બીજેપીને અહીં ફાયદો થશે. ગત એટલે કે 2014ની ચૂંટણીમાં બીજેપીને અહીં ફક્ત બે બેઠક મળી હતી. જ્યારે ટીએમસીએ 34 બેઠક જીતી હતી. News18-Ipsos Exit Pollમાં જણાવવામાં આવ્યું છે કે બંગાળમાં બીજેપીને 3-5 બેઠક મળી શકે છે.

    આ પણ વાંચો : Exit Poll બાદ વિપક્ષની પ્રતિક્રિયા, જાણો મમતાએ શું કહ્યું

     શું કહે છે અન્ય એક્ઝિટ પોલ?

    ટૂડેઝ ચાણક્ય : બીજેપી 18, ટીએમસી 23
    ટાઇમ્સ નાઉ- વીએમઆર : બીજેપી 11, ટીએમસી, 29
    ઇન્ડિયા ટૂડે એક્સિસ માય ઇન્ડિયા : બીજેપી 19-23, ટીએમસી 19-22

    3. ઓડિશા

    ઓડિશામાં પણ એક્ઝિટ પોલના તારણો ચોંકાવનારા રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે બીજડીને બીજેપીએ જોરદાર ટક્કર આપી છે. ગત ચૂંટણીમાં બીજેપીએ અહીં ફક્ત એક બેઠક જીતી હતી. આ વખત બીજેપીને અહીં ખૂબ ફાયદો થઈ શકે છે. News18-Ipsos Exit Pollના સર્વેના તારણ પ્રમાણે ઓડિશામાં બીજેપીને 6-8 બેઠક મળી શકે છે. જ્યારે બીજેડીના ખાતામાં 6-8 બેઠક આવી શકે છે.

    શું કહે છે અન્ય એક્ઝિટ પોલ?

    ટૂડેઝ ચાણક્ય : બીજેપી 14, બીજેડી 7
    ટાઇમ્સ નાઉ- વીએમઆર : બીજેપી 12, બીજેડી 8
    ઇન્ડિયા ટૂડે એક્સિસ માય ઇન્ડિયા : બીજેપી 15-19, બીજેડી 0
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Exit polls, Lok sabha election 2019, ઉત્તર પ્રદેશ

    આગામી સમાચાર