Home /News /gujarat /

પાટીદારોએ બેનરે લગાવી ચૂંટણી બહિષ્કારની ચિંમકી આપી

ગાંધીનગરઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇને એક તરફ ભાજપ દ્રારા વિજય વિશ્વાસ સંમેલનો યોજાઇ રહયા છે. તો બીજી તરફ ગાંધીનગર જીલ્લાના ગામોમાં રાજકીય પક્ષો અને ચૂંટણીના બહિષ્કારને લઇને બેનરો લગાવવામાં આવી રહ્યા છે. પાટીદાર આંદોલન બાદના પોલીસ દમનના વિરોધમાં એક પછી એક ગામોમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
ગાંધીનગરઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇને એક તરફ ભાજપ દ્રારા વિજય વિશ્વાસ સંમેલનો યોજાઇ રહયા છે. તો બીજી તરફ ગાંધીનગર જીલ્લાના ગામોમાં રાજકીય પક્ષો અને ચૂંટણીના બહિષ્કારને લઇને બેનરો લગાવવામાં આવી રહ્યા છે. પાટીદાર આંદોલન બાદના પોલીસ દમનના વિરોધમાં એક પછી એક ગામોમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે.

ગાંધીનગર જીલ્લાના લોદરા ગામમાં રાજકીય પક્ષો અને ચૂંટણીના બહિષ્કારને લઇને બેનરો લગાવવામાં આવ્યા છે તો સાથે જ રાજકીય પક્ષોના પ્રતિનિધીઓએ ગામમાં પ્રવેશવું નહિ તે માટે ચીમકી આપવામાં આવી છે. જો કોઇ રાજકીય વ્યક્તિ પ્રવેશશે તો તેની સાથે ટપલીદાવ થાય તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સ્થાનિક પાટીદારો દ્રારા લોદરા ગામના દરવાજે બહિષ્કારનું બોર્ડ લગાવવામાં આવ્યું છે તો સાથે ગામમાં ઠેર ઠેર પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે. આમ તો લોદરા ગ્રામ પંચાયત ભાજપ શાસિત છે અને સાથે જ વર્ષોથી ભાજપનો દબોદબો છે ત્યારે  સ્થાનિકોએ પાટીદારો સામે થયેલા પોલીસ દમનનો વિરોધ કર્યો છે.
First published:

Tags: ગુજરાત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, ભાજપ, રાજકારણ, વિરોધ, વિવાદ, સરકાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन