અમદાવાદ : આવતીકાલથી દારૂની દુકાન કે ગુટખા-તમાકુ વેચતા પાન-પાર્લરો ખુલશે? શું છે કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

News18 Gujarati
Updated: April 25, 2020, 5:26 PM IST
અમદાવાદ : આવતીકાલથી દારૂની દુકાન કે ગુટખા-તમાકુ વેચતા પાન-પાર્લરો ખુલશે? શું છે કેન્દ્ર સરકારની સ્પષ્ટતા
દારૂ, ગુટખા-તંબાકુના વ્યસનીઓ તો આ સમાચાર સાંભળી ખુશ-ખુશ થઈ ગયા. અને તેમના મનમાં એક પ્રશ્ન થવા લાગ્યો કે, શું પાન-મસાલાની દુકાન, દારૂની દુકાન ખુલશે. તો તમને જણાવી દઈએ કે...

દારૂ, ગુટખા-તંબાકુના વ્યસનીઓ તો આ સમાચાર સાંભળી ખુશ-ખુશ થઈ ગયા. અને તેમના મનમાં એક પ્રશ્ન થવા લાગ્યો કે, શું પાન-મસાલાની દુકાન, દારૂની દુકાન ખુલશે. તો તમને જણાવી દઈએ કે...

  • Share this:
ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા નાના-મોટા દુકાનદારો, ધંધા વ્યવસાયકારોને આવતીકાલ રવિવાર તા. 26 એપ્રિલથી દુકાન ખોલવાની છૂટ આપવામાં આવશે તેવો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે દારૂ, ગુટખા-તંબાકુના વ્યસનીઓ તો આ સમાચાર સાંભળી ખુશ-ખુશ થઈ ગયા. અને તેમના મનમાં એક પ્રશ્ન થવા લાગ્યો કે, શું પાન-મસાલાની દુકાન, દારૂની દુકાન ખુલશે. તો તમને જણાવી દઈએ કે, રાજ્ય સરકારે કેવી પ્રકારની દુકાનો ખોલવાની મંજુરી આપી છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાના અનુસંધાને રાજ્ય સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.


 

શું છે કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

ગૃહમંત્રાલયે શુક્રવારે એક આદેશમાં જણાવ્યું છે કે 25 એપ્રિલથી દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શોપ્સ અને સ્થાપના અધિનિયમની અંતર્ગત રજીસ્ટર્ડ દુકાનોને જ મંજૂરી. દુકાનોમાં માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે. દુકાનદારોએ કલેક્ટર પાસે પાસ લેવા જવાની પણ જરૂર નથી. દુકાનદારો પોતાના ગુમાસ્તાધારાનું લાઇસન્સ સાથે રાખી અને દુકાનો ખોલી શકશે.


 

હોટસ્પોટ ઝોનમાં પ્રતિબંધો ચાલુ રહેશેસરકારે ગ્રામીણ વિસ્તારમાં જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખોલવાની મંજૂરી પણ આપી દીધી છે. જો કે, આ ઓર્ડર કોરોના હોટસ્પોટ ઝોનમાં લાગુ થશે નહીં અને અહીં તમામ પ્રકારની દુકાનો ખોલવા પર પ્રતિબંધ ચાલુ રહેશે. આપને જણાવી દઇએ કે લોકડાઉન દરમિયાન ફક્ત જરૂરી ચીજવસ્તુઓવાળી દુકાનોને જ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. આમાં રાશન, શાકભાજી અને ફળની દુકાનનો સમાવેશ થાય છે. હવે સરકારે આ નિયમ હળવા કરી દીધો છે.


 

બાર, કલબ પણ બંધ રહેશે
શુક્રવારે ગૃહમંત્રાલયના આદેશમાં બાર અને ક્લબોને પણ બંધ રાખવાના આદેશો આપવામાં આવ્યા છે. આ અંગેનો નિર્ણય તાળાબંધીના અંત પછી જ લેવામાં આવશે. સમજાવો કે પંજાબ સરકારે ગૃહ મંત્રાલયની મંજૂરી માંગી હતી અને કહ્યું હતું કે દારૂની દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવે. પરંતુ કેન્દ્ર સરકારે પંજાબ સરકારની આ માંગને ફગાવી દીધી છે.


પાનના ગલ્લા નહીં ખુલે
ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશભરમાં દારૂની દુકાનો આગામી આદેશો સુધી બંધ રહેશે. આ સિવાય તમાકુ અને ગુટખાના વેચાણ પર પ્રતિબંધ પહેલાની જેમ જ ચાલુ રહેશે. રાજ્યોએ જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મૂક્યો છે, જેથી ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ દારૂ, તમાકુ અને ગુટખાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ ચાલુ રહેશે. આ ઉપરાંત સલૂન ખોલી શકાશે કે નહીં તે અંગે સાંજ સુધી નિર્ણય કરાશે. પગરખાની દુકાનો પણ નહીં ખોલી શકાય. સરકારના મતે જીવન જરૂરિયાત સિવાયની ચીજો વસ્તુ વેચતી દુકાનો નહીં ખુલે. પગરખા દુકાનો નહીં ખુલે. આઇસક્રિમ પાર્લરો નહીં ખુલે. નાસ્તા ફરસાણની દુકાનો અને ઠંડા પીણાં ની દુકાનો પણ નહીં ખુલે.


 
First published: April 25, 2020, 5:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading