5000 ધરતીપુત્રોએ 1 લાખ કિલો ઘઉં કર્યા દાન, ભુખ્યાને ભોજન માટે 1000 બહેનો બનાવી રહ્યા રોટલી


Updated: April 4, 2020, 9:11 PM IST
5000 ધરતીપુત્રોએ 1 લાખ કિલો ઘઉં કર્યા દાન, ભુખ્યાને ભોજન માટે 1000 બહેનો બનાવી રહ્યા રોટલી
10 હજાર જેટલા પરપ્રાંતિય માટે સાણંદ આજુબાજુ રહેતા ધરતીપુત્રો અન્નદાતા સમાન બન્યા છે.

10 હજાર જેટલા પરપ્રાંતિય માટે સાણંદ આજુબાજુ રહેતા ધરતીપુત્રો અન્નદાતા સમાન બન્યા છે.

  • Share this:
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના 50 જેટલા ગામડાના ધરતીપુત્રોએ અનોખો સંકલ્પ કર્યો છે. આ ગામોના આશરે પાંચ હજાર ખેડૂતોએ વ્યક્તિગત 20 કિલો ઘઉં દાન કર્યા છે. એકત્ર થયેલા ઘઉંમાંથી લોટ તૈયાર કરી ત્રણ ગામો વચ્ચે વહેચવામાં આવ્યો છે. સાણંદ સિટી, બોળગામ અને વાસણાગામની એક હાજરથી વધુ બહેનો દરરોજ આ લોટમાંથી 50થી 100 રોટલી તૈયાર કરી કાર્યકર્તાઓને આપે છે. જેને આ કાર્યકર્તાઓ સાણંદ તાલુકાની આજુબાજુમાં વસતા પરપ્રાંતીય લોકો સુધી પહોંચાડે છે.

સમગ્ર દેશમાં 24મી તારીખથી 21 દિવસ માટે લોકડાઉન થયું હતું ત્યારે ઔદ્યોગિક એકમમાં કામ કરતા હજારો પરપ્રાંતિયને ખાવાના ફાફા પડ્યા હતા. એ કારણે ઘણા પરપ્રાંતિય પગપાળા સ્થળાંતર કરી ચૂક્યા હતા તો કેટલાક સ્થળાંતર થઈ શક્યા નહોંતા. સાણંદ જીઆઈડીસી, ચાંગોદર જીઆઈડીસી, બોળ જીઆઈડીસી, છારોડી નજીકની ઔદ્યોગિક એકમોમાં 22 હજારથી વધુ પરપ્રાંતિય નોકરી કરે છે. આવા 10 હજાર જેટલા પરપ્રાંતિય માટે સાણંદ આજુબાજુ રહેતા ધરતીપુત્રો અન્નદાતા સમાન બન્યા છે. પરપ્રાંતિયમાં ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, ઓરિસ્સા સહિતના રાજ્યોના લોકોનો સમાવેશ થયો છે.

રાજકિય આગેવાન પ્રદિપસિંહ વાઘેલાએ આ બાબતે કહ્યું કે, ખેડુતો ખૂબ વિશાળ હૃદયના હોય છે. ભૂખ્યાને ભોજન આપવાના કાર્ય માટે ખેડૂતોને હાંકલ કરી તેમા હજારોની સંખ્યામાં ખેડૂતો મદદ કરવા આગળ આવ્યા હતા. ખેડૂતોએ અત્યાર સુધી અમને પાંચ હજાર મણ (એક લાખ કિલો) ઘઉં દાન કરી દીધા છે અને તેમનું દાન સતત ચાલુ જ છે. ગામડાઓમાં દરરોજ સવારે ટેક્ટર ટ્રોલી ફરે છે તેમા ખેડૂતો ઘઉં ઉમેરતા જાય છે. આ ઘઉંનો લોટ બનાવવામાં આવ્યો છે તેને સાણંદના 1200 જેટલા પરિવારમાં આપી દેવાયો છે. આ પરિવારની બહેનો દરરોજ તેમાથી રોટલીઓ તૈયાર કરી આપે છે.

સમગ્ર આયોજનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. ક્યાંય ટોળા ભેગા થવા દેવામાં આવતા નથી. જે ઘરોમાંથી મદદ લેવામાં આવે છે તેમના ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર તો નથી તેની તપાસ કરવામાં આવે છે. સાણંદ સિટીમાં પરપ્રાંતિય લોકો માટે જમવાની અલાયદી વ્યવસ્થા કરેલી છે. એકત્ર થયેલી રોટલીને ત્યાં પિરસાય છે. મહત્વનું છે કે, આ અભિયાનમાં એપીએમસી દ્વારા પહેલા જ દિવસે 20 હજાર કિલો ઘઉંનો લોટ અને 20 હજાર કિલો ચોખા આપવામાં આવ્યા હતા.
First published: April 4, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading