Lockdown: ગુજરાતમાં 15 હજાર ડિટેઈન કરેલ વાહનો યોજના ઘડ્યા બાદ જ મુક્ત કરાશે

Lockdown: ગુજરાતમાં 15 હજાર ડિટેઈન કરેલ વાહનો યોજના ઘડ્યા બાદ જ મુક્ત કરાશે
મોટી સંખ્યામાં વાહનો ડિટેન થતાં પોલીસ સ્ટેશનોમાં જગ્યા નથી રહી.

રજિસ્ટ્રેશન બૂક, લાઈસન્સ સહિત પૂરતાં ડોક્યુમેન્ટસ લઈને જનાર વ્યક્તિએ પણ પોતાનું વાહન શોધવા દોડધામ કરવી પડશે તે નક્કી છે. મોટી સંખ્યામાં વાહનો ડિટેન થતાં પોલીસ સ્ટેશનોમાં જગ્યા નથી રહી.

  • Share this:
અમદાવાદ: છેલ્લા પખવાડિયાના લોકડાઉન દરમિયાન પોલીસે ડિટેન કરેલાં 8000 ટુ વ્હીલર, રિક્ષા અને અન્ય વાહનો છૂટવાની આશા લોકોને જાગી છે. જો કે, વાહનો મુક્ત થવાની પ્રક્રિયા શરૂ થતાં હજુ બે-ત્રણ દિવસ લાગી જશે. વાહન મુક્ત કરવાની તારીખ જાહેર થશે તે પછી રજિસ્ટ્રેશન બૂક, લાઈસન્સ સહિત પૂરતાં ડોક્યુમેન્ટસ લઈને જનાર વ્યક્તિએ પણ પોતાનું વાહન શોધવા દોડધામ કરવી પડશે તે નક્કી છે.

લોકડાઉનના કારણે જથ્થાબંધના ભાવે વાહનો ડિટેન થતાં પોલીસ સ્ટેશનોમાં જગ્યા નથી રહી. આ સંજોગોમાં મોટાભાગના પોલીસ સ્ટેશનોએ ખાનગી પ્લોટોમાં કે પછી ખુલ્લી જગ્યામાં વાહન મૂકવા પડ્યાં છે. દરેક પોલીસ સ્ટેશનમાં ડિટેન કરેલાં વાહનો ત્રણ-ચાર જગ્યાએ મૂકાયાં છે. આમ, વાહનમાલિકે ત્રણ-ચાર જગ્યા ફરીને ઢગલામાંથી પોતાનું વાહન શોધવા દોડધામ કરવી પડશે. બીજી તરફ, પોલીસમાં એવો ભય છે કે અટકાયતીઓની ભીડ રહે છે, તેમાં હવે વાહન છોડાવનારાંની ભીડ થતાં ટોળાંશાહીથી પોલીસ સ્ટેશનો ‘કોરોના વલ્નરેબલ’ બની શકે છે.



ગત તા. 25 માર્ચથી લોકડાઉન લાગુ પડ્યું ત્યારથી રસ્તા પર લોકોની અવરજવર ઘટાડવા પોલીસે વાહનો ડિટેન કરવાનું શરૂ કર્યું હતું. 15 દિવસમાં અમદાવાદ શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ 8000 વાહનો ડિટેન કરી વાહનચાલકોને RTOમાં દંડ ભરવાના મેમો આપી ચૂકી છે. RTO કચેરી બંધ હોવાથી સરકારે પોલીસ સ્ટેશનમાં જ દંડ વસૂલી વાહન છોડવાનો આવકારદાયક નિર્ણય કર્યો છે. પણ, પોલીસ સ્ટેશનોમાં સહકારરૂપ કામગીરી નહીં થાય તો લોકોએ વધુ પરેશાનીનો સામનો કરવો પડશે.

લોકડાઉનના 16 દિવસ દરમિયાન ટ્રાફિક પોલીસે 2012 વાહનો ડિટેન કર્યાં છે. જ્યારે, શહેરના 50 પોલીસ સ્ટેશનોમાં 6000 વાહનો ડિટેન કરાયાં છે. વાહનો મુક્ત કરવા માટે ખાસ કરીને અલગ-અલગ કલમ હેઠળ RTO મેમો અપાયાં હોય છે તેમાં કેટલી રકમનો દંડ વસૂલવો તેની નીતિ નક્કી થઈ રહી છે. આ પ્રફોર્મા નિશ્ચિત થયાં પછી જે પોલીસ સ્ટેશનમાં વાહન જપ્ત કરાયું હોય ત્યાં જઈને દંડ ભરી વાહન મેળવવાની યોજના અમલી બની શકે છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 20000 આસપાસના વાહનો જપ્ત થઈ ચૂક્યાં છે. રાજ્યભરમાં હજારો વાહનચાલકોને તેમના વ્હીકલ સહી-સલામત અને સરળતાથી મળી રહે તેવી યોજના અમલી બનશે કે કેમ? તે મોટો સવાલ છે.

86 લાખ દંડ વસૂલાયો
લોકડાઉનના 16 દિવસ દરમિયાન 7917 વાહન ડિટેન કરાયાં છે તે પોલીસની નીતિ અને યોજના ઘડાતાં જે-તે પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરાશે. 16 દિવસ દરમિયાન વાહનો ડિટેન કરવા ઉપરાંત હેલમેટ કે અન્ય નિયમભંગ બદલ કુલ 8694227 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

સ્પેરપાર્ટ્સ ચોરાવાની ભીતિ
ડિટેન કરેલી રિક્ષા, નવા વાહનોમાંથી સ્પેરપાર્ટસ ચોરી લેવાય છે
પોલીસ સ્ટેશનોમાં ક્યારેય પણ ડિટેન કરાયેલાં વાહનો દિવસો સુધી પડ્યાં રહે તો અટો રિક્ષાઅ અને વાહનોમાંથી કિંમતની સ્પેરપાર્ટસ કાઢી લેવાના કિસ્સા બનતાં રહે છે. પોલીસમાં ચર્ચા મુજબ, ડિટેન કરાયેલા વાહનો ખાનગી પ્લોટોમાં પડેલાં છે અને ત્યાં પૂરતો બંદોબસ્ત નથી. આવા સંજોગોમાં નવા વાહનોમાંથી સ્પેરપાર્ટસ ચોરાયાં હશે તેનો વધારાનો ડામ વાહનમાલિકે ભોગવવો પડશે.
Published by:News18 Gujarati
First published:April 10, 2020, 22:06 pm

ટૉપ ન્યૂઝ