Lockdown : અમરોલીમાં મહિલાઓએ ખાલી ડબ્બાઓ લઈ હોબાળો મચાવ્યો, સરકાર પાસે માંગ્યુ રાશન

સુરતના અમરોલીની ઘટના, મહિલાઓએ ઘરમાં રાશન ન હોવાની રજૂઆત કરી સરકાર પાસે મદદનો હાથ લંબાવ્યો કહ્યું, 'પરિવારે ભૂખે મરી રહ્યો છે'

  • Share this:
સુરત  : કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને લઇને સરકાર દ્વારા 21 દિવસનું લોકડાઉન  આપવામાં આવ્યુ છે ત્યારે રોજ કમાઈને રોજ ખાતા ગરીબ લોકોની હાલત દયનીયન બની છે કારણકે સરકાર દ્વારા આવા લોકોને અનાજ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં સમાજનો એક તબક્કો એનાથી વંચિત રહી ગયો હોવાની ઘટના ઘટી છે.  આજે લોકડાઉનના 17માં દિવસે લોકોને અનાજ મળ્યુનં નથી જેની પાસે રાશન કાર્ડ છે તેવા લોકો અનાજ મળે છે બાકી લોકોને મળતું નથી. બીજી બાજુ સરકાર દ્વારા આપવામાં આવતું અનાજ પરિવારમાં કેટલા દિવસ ચાલે? જેને લઇને આજે સુરતના અમરોલી વિસ્તારમાં મહિલાઓ ખાલી ડબ્બાઓ લઈને હોબાળો મચાવ્યો હતો.

કોરોનાને લઇને સરકાર દ્વારા 21 દિવનું લોકડાઉન આપવામાં આવ્યું છે જેને લઇને લોકોને જીવન જરૂરિયાત વસ્તુ લેવા માટે બહાર નીકળી રહ્યા છે પણ કેલાક લોકો એવા છે જેમની પાસે અનાજ લેવા માટે રૂપિયા પણ નથી. ત્યારે આવા લોકો માટે સરકાર દ્વારા અનાજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે જે લોકો પાસે રાશન કાર્ડ નથી તેવા લોકોને અનાજકની કિટ આપવામાં આવી નથી, અને જેને આપવામાં આવે છે તે કેટલા દિવસ સુધી ચાલે તે સવાલ છે ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા આવાસમાં મોટા પ્રમાણમાં રહે છે.



આ પણ વાંચો :  Coronavirus: વિશ્વના આ દેશમાં કોરોનાના કારણે એક જ દિવસમાં 881 લોકોનાં મોત, વિદેશ મંત્રીએ આપી ચેતવણી

જોકે ગરીબ વર્ગના આ લોકો દરોજ કમાણીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, ત્યારે આજે આ વિસ્તારની મહિલાઓ રસ્તા પર ઉતરી છે કારણ કે લોકડાઉનને લઇને 17 દિવસ વીતી હોવા છતાંય તેમની પાસે સરકાર દ્વારા રાશન આપવામાં આવતું નથી.

આ પણ વાંચો : Lockdown : સુરતમાં દૂધના કેનમાં 135ના માવા ભરી નીકળેલા ભેજાબાજને પોલીસે ઝડપી પાડ્યો

મહિલાઓની રજૂઆત છે કે તેમનો પરિવાર ભૂખે મરી રહ્યો છે ત્યારે સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે આજે મહિલાઓ ડબ્બા લઇને રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો. જોકે જો રાસ્કાર તેમની આ વાત ધ્યાન પર નહીં તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
Published by:News18 Gujarati
First published:April 10, 2020, 15:48 pm