ગુજરાતમાં ભાજપનો ભવ્ય વિજય, કોંગ્રેસ બેઅસર, સમજો તેનો મતલબ

ગુજરાતમાં ભાજપનો ભવ્ય વિજય, કોંગ્રેસ બેઅસર, સમજો તેનો મતલબ
ફાઇલ ફોટો

મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ગુજરાત બીજેપીનો ગઢ છે અને હાલ આ ગઢમાં કોઈ સેંધ મારી શકે તેમ નથી

 • Share this:
  અમદાવાદ : ગુજરાતમાં 6 મહાનગરપાલિકાના પરિણામોએ (Gujarat Municipal Election Result) એ સાબિત કરી બતાવ્યું છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (PM Narendra Modi)ગૃહરાજ્યમાં હજુ પણ ભાજપનો સિક્કા ચાલી રહ્યો છે. કોંગ્રેસ, અસદુદ્દીન ઓવૈસીની AIMIM અને આમ આદમી પાર્ટી ચૂંટણીમાં (AAP) ખાસ કશું કરી શકી નથી. જોકે સુરતમાં આપનું પ્રદર્શન અપેક્ષા કરતા ઘણું જોરદાર રહ્યું છે. આ પરિણામથી આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે બીજેપીનો આત્મવિશ્વાસ સાતમાં આસમાને પહોંચી જશે. જ્યારે આ પરિણામે કોંગ્રેસને ફરી એક વખત સમીક્ષા કરવા માટે મજબૂત કરી દીધા છે.

  મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ગુજરાત બીજેપીનો ગઢ છે અને હાલ આ ગઢમાં કોઈ સેંધ મારી શકે તેમ નથી. મતલબ સ્પષ્ટ છે કે ગુજરાતમાં બીજેપીનો જાદૂ તોડવા કોંગ્રેસ તો શું કોઈ વિપક્ષી દળની વાત નથી.  કોંગ્રેસને કેમ થયું નુકસાન?

  સુરતમાં 2015ની ચૂંટણી કરતા આ વખતે કોંગ્રેસને નુકસાન થયું છે. પાટીદાર આરક્ષણ સમિતી (પાસે)એ ચૂંટણી પહેલા કોંગ્રેસનો વિરોધ કર્યો હતો. આદ આદમી પાર્ટીએ મોટી ચાલ ચાલતા પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હતી અને તે જ ક્ષેત્રને કેન્દ્રમાં રાખીને પ્રચાર કર્યો હતો. આ જ કારણે આમ આદમી પાર્ટી સુરતમાં કોંગ્રેસથી પણ આગળ નીકળી ગઈ છે. ગત વખતની ચૂંટણીમાં સુરતમાં બીજેપીને 120 સીટોમાંથી 80 અને કોંગ્રેસને 36 સીટો મળી હતી.

  આ પણ વાંચો - સુરત: 22 વર્ષની પાયલ આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી જીતી, AAPના ફાળે 25થી વધારે બેઠક

  હાર્દિકનો દાવ પણ સફળ રહ્યો નથી

  ગત વર્ષે જુલાઈમાં હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસ કમિટીનો કાર્યકારી અધ્યક્ષ બનાવ્યો હતો. પાટીદાર અનામત આંદોલનથી ચર્ચિત થયેલા હાર્દિકે આખા ગુજરાતમાં ચૂંટણી દરમિયાન ઘણો પ્રચાર કર્યો હતો. જોકે પરિણામ સ્પષ્ટ છે કે હાર્દિકનો દાવ પણ સફળ રહ્યો નથી.

  AAPનું વધ્યું કદ

  આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું કદ વધ્યું છે. આમ આદમી પાર્ટી પોતાનો આધાર વધારવા માટે આ જીત કોઈ બુસ્ટરથી ઓછી નથી. કોંગ્રેસે આ ચૂંટણીમાં પોતાની બધી તાકાત ઝોકી દીધી હતી પણ તેને સફળતા મળી નથી. બીજી તરફ AAPના પરિણામ ઉત્સાહજનક છે.
  Published by:Ashish Goyal
  First published:February 23, 2021, 18:00 pm

  ટૉપ ન્યૂઝ