કારમાં પરાજય પછી અમિત ચાવડા અને પરેશ ધાનાણીનું રાજીનામું, હાઇકમાન્ડે રાજીનામાં સ્વીકાર્યા

કારમાં પરાજય પછી અમિત ચાવડા અને પરેશ ધાનાણીનું રાજીનામું, હાઇકમાન્ડે રાજીનામાં સ્વીકાર્યા
કારમા પરાજય પછી અમિત ચાવડા અને પરેશ ધાનાણીનું રાજીનામું

માર્ચના અંત સુધીમાં નવા પ્રમુખની પસંદગી કરવામાં આવશે ત્યાં સુધી અમિત ચાવડા કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરશે

 • Share this:
  ગાંધીનગર : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી (Gujarat Local body polss)માં કૉંગ્રેસના સુપડા સાફ થયા બાદ ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા (Amit Chavda)એ પ્રમુખ પદેથી અને પરેશ ધાનાણીએ (Paresh Dhanani)વિપક્ષના નેતા પદેથી રાજીનામું (Resignation) ધરી દીધું છે. તેમણે હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું છે. આ અંગે તેમણે હાઇકમાન્ડને જાણ કરી દીધી છે. હાઇકમાન્ડે તેમના રાજીનામાં સ્વીકારી લીધા છે. માર્ચના અંત સુધીમાં નવા પ્રમુખની પસંદગી કરવામાં આવશે. ત્યાં સુધી અમિત ચાવડા કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરશે.

  અમિત ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે આવેલા પરિણામો અમારી અપેક્ષાથી સાવ વિપરિત છે. પાર્ટીના અધ્યક્ષ તરીકે હારની જવાબદારીનો સ્વીકાર કરું છું. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને મેં રાજીનામું મોકલી આપ્યું છે. આવનાર દિવસોમાં પાર્ટીના એક કાર્યકર્તા તરીકે એક સૈનિક તરીકે પાર્ટીના બધા જ કાર્યકર્તા સાથે રહીને 2022માં ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનો તિરંગો લહેરાય, સામાન્ય જન શાસન હોય, લોકોની ચિંતા કરનારી સરકાર હોય. લોકોના હક અને અધિકાર મળી તેની લડાઇ લડતા રહીશું.  આ પણ વાંચો - આઝાદી પછી પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો

  ગુજરાતના છ મહાનગરપાલિકા (Gujarat Corporation elections)ની ચૂંટણીમાં માઠા પરિણામ બાદ કૉંગ્રેસ પાર્ટી (Congress Party)ને આશા હતી કે તાલુકા-જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટી સારું પ્રદર્શન કરશે. જોકે, પરિણામો તેમની ગણતરીથી બિલકુલ ઉલટા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આઝાદી બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમ વખત કૉંગ્રેસ પાર્ટી ભૂંડી રીતે હારી છે.

  પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું

  અમરેલી નગરપાલિકાના વોર્ડ નંબર-10માં કૉંગ્રેસની કારમાં હાર થઈ છે. આ વોર્ડ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો ગઢ છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી આ વોર્ડમાં રહે છે. વોર્ડ નંબર 10માં ચાર બેઠકમાંથી ત્રણ બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે, જ્યારે કૉંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ છે.

  અમરેલીમાં કૉંગ્રેસની હાર સાથે સાથે અહીં ત્રણ બેઠક પર આપના ઉમેદારોની જીત થઈ છે. જેમાં અમરેલી જિલ્લા પંચાયતની એક બેઠક પર આપના ઉમેદવારની જીત થઈ છે. આપના ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાના પત્નીને હાર આપી છે. આ ઉપરાંત તાલુકા પંચાયતની દેવળીયા અને ભાડેર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે.
  Published by:Ashish Goyal
  First published:March 02, 2021, 18:11 pm

  ટૉપ ન્યૂઝ