Home /News /gujarat /

'હાથ ચાલાકી કી તો કમ્પલેન કરુંગી,' પાવાગઢ બસ સ્ટેન્ડમાં ડ્રાઈવર અને મુસાફર વચ્ચે મારામારીનો live video

'હાથ ચાલાકી કી તો કમ્પલેન કરુંગી,' પાવાગઢ બસ સ્ટેન્ડમાં ડ્રાઈવર અને મુસાફર વચ્ચે મારામારીનો live video

વીડિયો પરથી તસવીર

પાવાગઢના એસટી બસ સ્ટેન્ડમાં મુસાફર અને કથિત રીતે હાલોલ એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ડ્રાઈવર વચ્ચે મારામારી થઈ હતી. વીડિયોમાં દેખાય છે તેમ ડ્રાઈવર વ્યક્તિની ફેંટ પકડીને માર મારી રહ્યો છે.

  રાજેશ જોષી, પંચમહાલઃ પોલીસ અધિકારી (police and people) અને પ્રજા વચ્ચે ઘર્ષણ થવાની અનેક ઘટનાઓ છાસવારે બનતી રહે છે. પરંતુ પંચમહાલમાં (Panchmahal) આવેલા યાત્રાધામ પાવાગઢના st બસ સ્ટેન્ડમાં (Pavagadh St bus stand) પણ મારમારીની એક ઘટના સામે આવી હતી. અહીં એક મુસાફર અને યુનિફોર્મ પહેલા યુવક વચ્ચે મારામારી થઈ હતી. જોકે, આ ઘટનાને નજીક રહેલી એક વ્યક્તિએ ઘટનાને કેમેરામાં કેદ કરી હતી. ત્યારબાદ આ વીડિયો (viral video) સોશિયલ મીડિયા (social media) ઉપર વાયરલ થયો હતો.

  મળતી માહિતી પ્રમાણે પંચમહાલ જિલ્લાના પાવાગઢના એસટી બસ સ્ટેન્ડમાં મુસાફર અને કથિત રીતે હાલોલ એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ડ્રાઈવર વચ્ચે મારામારી થઈ હતી. વીડિયોમાં દેખાય છે તેમ ડ્રાઈવર વ્યક્તિની ફેંટ પકડીને માર મારી રહ્યો છે.

  જોકે, આ ઘટના થતાં મુસફરોનું ટોળું એકઠું થાય છે. ટાળા પૈકી એક મહિલાનો અવાજ સંભળાય છે કે હાથ ચાલાકી કી તો કમ્પલેન કર દુંગી. જોકે, થોડીવાર બાદ મામલો શાંત થયો હતો. આ મારામારી કેમ થઈ એ અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.

  આ પણ વાંચોઃ-ઓડિશામાં પણ બની વડોદરા જેવી હૃદયદ્રાવક ઘટના! વિદાય વખતે દુલ્હન એટલું રડી કે શરીરમાંથી નીકળી ગયા પ્રાણ

  આ પણ વાંચોઃ-કારમાં સેક્સ કરવું કપલને ભારે પડ્યું, covid-19 નિયમના ભંગ બદલ અધિકારીએ ફટકાર્યો રૂં.40,000નો દંડ

  ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં (Rajkot) ફરી એક વખત હોમગાર્ડનો જવાન (Home Guard Jawan) વિવાદમાં (Controversy) સપડાયો છે. ચાલુ વાહને પિચકારી મારતા કાર ચાલક સાથે માથાકૂટ થયા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ફરજ પર હાજર પોલીસે મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર પોલીસ તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થુંકનાર વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ ત્રણ અકસમાતમાં ત્રણના મોત, ભત્રીજાના લગ્ન પહેલા જ કાકાનું મોત, ચાર સંતાનોએ પિતા ગુમાવ્યા, પરિવાર પર આભ તૂટ્યું

  આ પણ વાંચોઃ-ક્રૂર બાપની કરતૂત! પુત્રવધૂના પ્રેમમાં આંધળા સસરાએ પોતાના 16 મહિનાના માસૂમ બાળકને નહેરમાં ફેંકી દીધો

  ત્યારે રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલ કોસ્મોપ્લેક્સ સિનેમાથી થોડેક દૂર હોમગાર્ડના જવાનોને ચાલુ વાહને પિચકારી મારતા પિચકારી નજીકમાં આવી રહેલી કાર પણ ઉડી હતી. આ ઘટનામાં હોમ ગાર્ડ જવાન સાથે લોકોની મગજમારીનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે.  જોકે આ વાતને હોમગાર્ડના જવાનોને ગંભીરતાથી ન લેતા તે પોતાની મસ્તીમાં આગળ નીકળી ગયો હતો. બીજી તરફ કાર ચાલકે તેનો પીછો કરી તેને કટારીયા ચોકડી નજીક આંતરી લીધો હતો. તેમજ ચાલુ વાહને પિચકારી મારવાથી મારી કાર બગડી હોવાનું કહ્યું તેમજ કારનો અકસ્માત થતાં રહી ગઈ હોવાનું જણાવી જાહેરમાં પોતાનો રોષ ઠાલવ્યો હતો.
  Published by:ankit patel
  First published:

  Tags: ગુજરાત, પાવાગઢ

  આગામી સમાચાર