અમદાવાદ : ભગવાન જગન્નાથની વહેલી સવારે 4 વાગે મંગળા આરતી કરવામાં આવી છે. મંગળા આરતી માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેઓ અમુક કારણોસર હાજર રહી શક્યા ન હતા. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને અમદાવાદના મેયર બિજલ પટેલે આરતીમાં ભાગ લીધો હતો.
હાઇકોર્ટે શહેરમાં રથયાત્રા કાઢવાની મંજૂરી ન આપતા હવે ભગવાન જગન્નાથના મંદિરમાંથી જ દર્શન કરી શકાશે. જગન્નાથના રથ મંદિરના પરિસરમાં જ ફરશે. સોશિયલ ડિસ્ટન્સ સાથે ભગવાનના દર્શન કરી શકાશે. ભગવાન જગન્નાથના નગરચર્યાએ નીકળશે નહીં,
આ પણ વાંચો - અમદાવાદમાં રથયાત્રા મંદિરની બહાર નહી નીકળે, હાઇકોર્ટે કહ્યું- લોકોના જીવની ચિંતા કરે સરકાર
રથયાત્રા કાઢવાને લઇને હાઇકોર્ટે ટકોર કરી હતી કે લોકો રથના દર્શન કરે એ બરાબર રહેશે. કોરોનાની મહામારીમાં ચલાવી શકાય નહી. સરકારે કોર્ટના હુકમમાં સુધારાની માંગણી કરી હતી. જવાબમાં કોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે સરકારે અગાઉનું સ્ટેન્ડ કેમ બદલવુ પડ્યુ? સરકાર ચાહે એવુ ચલાવી લેવાય નહી. સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટે પુરી જગન્નાથ રથયાત્રાને મંજુરી આપી છે તો અમદાવાદમાં પણ રથયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવે. હાઇકોર્ટે કહ્યું કે પુરી અને અમદાવાદ રથયાત્રાની સરખામણી ના થાય.
Published by:Ashish Goyal
First published:June 23, 2020, 00:14 am