liveLIVE NOW

Agenda India: શિવસેનાને અમે નહીં, શિવસેનાએ તમને ઘુટ્ટી પીવડાવી - અમિત શાહ

આ કોનક્લેવમાં સત્તા પક્ષ, વિપક્ષી ગઠબંધન, પોલીસી એક્સપર્ટ અને સ્ટ્રેટજીક થિંકર્સનો જમાવડો લાગશે. આ મંચ પર નેતાઓ સિવાય દેશના દિગ્ગજ પોતાની ખુલ્લા મનથી પોતાનું મંતવ્ય જણાવશે

 • News18 Gujarati
 • | March 31, 2019, 22:50 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 3 YEARS AGO

  હાઇલાઇટ્સ

  22:46 (IST)
  22:20 (IST)

  વોટર અવરનેસ કેંપેન વિશે અમિત શાહે કહ્યું કે, મતદાતાની ભાગીદારી જેટલી વધે છે લોકતંત્ર તેટલું જ સ્વસ્થ્ય રહે છે. તમામ લોકોએ મતદાન કરવું જોઈએ. હું ન્યૂઝ18ના અભિયાનનું સમર્થન કરૂ છુ અને તમને આ અભિયાન માટે શુભકામના પમ પાઠવું છું.  

  22:17 (IST)

  ગાંધીનગરથી ચૂંટણી લડવા પર શાહે કહ્યું કે, હું પહેલા પણ ચૂંટણી લડી ચુક્યો છું. પાંચ વખત ધારાસભ્ય રહ્યો છું. હું નાની-મોટી મીલાવી 42 ચૂંટણી લડી ચુક્યો છુ અને તમામ ચૂંટણીમાં જીત મળી છે - અમિત શાહ 

  22:17 (IST)

  ટ્રીપલ તલાક પર શાહે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે, આ દેશની મુસ્લીમ મહિલાઓને સમાનતાનો અધિકાર મળે. જેથી વારંવાર આ પ્રસ્તાવ લઈને આવી રહ્યા છીએ. 

  22:14 (IST)

  રામ મંદિર પર શાહે કહ્યું કે, રામ જન્મભૂમીનો મુદ્દો બીજેપી માટે કમિટમેન્ટ હતો, છે અને રહેશે. અમે ઈચ્છીએ છીએ કે, તે જગ્યા પર જ રામ મંદિર બને, કોર્ટની કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છીએ. તે વિવાદીત જન્મભૂમી નથી. હવે વિપક્ષ આ મુદ્દે પોતાનો મત સ્પષ્ટ કરે.

  22:14 (IST)

  અમિત શાહે શિવસેના પર કહ્યું કે, શિવસેનાને અમે નહી, શિવસેનાએ તમને ઘુટ્ટી પીવડાવી છે. 

  22:14 (IST)

  અમિત શાહે કહ્યું કે અમેઠી આ વખતે રાહુલ ગાંધી માટે કઠિન છે. ત્યાંથી તેમણે જીતવું મુશ્કેલ છે. સ્મૃતિજીએ તેમના કરતા વધારે પ્રવાસ કર્યા છે. 

  22:11 (IST)

  ચૂંટણી પર અમિત શાહે કહ્યું કે, હાલમાં પ્રથમ ચરણનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. મે પુરા દેશની જનતાનો મૂડ જોયો છે. દેશની જનતા નરેન્દ્ર મોદીની સાથે ઉભી છે. બીજેપીનો જનાધાર આ વર્ષે વધશે. યૂપી પર તેમણે કહ્યું કે, 5 વર્ષમાં દેસની રાજનીતિમાં ખુબ પરિવર્તન આવ્યું છે. હવે એવું નથી રહ્યું કે, બે નેતા ભેગા તઈ જાય તો, વોટબેન્ક પણ ભેગી થઈ જશે. મતદાતા હવે બધુ જ સમજે છે. હવે વોટબેન્કની રાજનીતિ નથી ચાલતી. હવે મતદાતા પોતાના વોટના ખુદ માલિક છે. 

  22:5 (IST)

  કોંગ્રેસની ન્યૂનત્તમ આવકની સ્કીમ પર અમિત શાહે કહ્યું કે, સ્કીમ ખુબ આવે છે પરંતુ તેને અમલમાં લાવવાનો મામલો છે. નહેરૂ અને ઈન્દીરા ગાંધી સાથે કોંગ્રેસની પાંચ પેઢી આવી સ્કીમ લઈને આવતી રહેશે. પરંતુ આજ દીન સુધી કોઈ સ્કીમ દેશના કામમાં નથી આવી. કોઈ પણ યોજનાથી જનતાને લાભ નથી મળ્યો. તેમણે રઘુરામ રાજન પાસે પણ આની પુષ્ટી કરાવી છે, આ પ્રસ્ન પર શાહે કહ્યું કે, આવી સ્કીમો પહેલા કેમ ન લાવ્યા. અત્યારે જ કેમ લાવ્યા. એર સ્ટ્રાઈક બાદથી ચિંતામાં પડી ગયા છે. તેથી હવે આ પ્રકારની યોજના લાવી રહ્યા છે. 

  21:56 (IST)

  આજે પૂરી દુનિયા ભારતને એક વૈશ્વિક નેતાના રૂપમાં જોઈ રહી છે. આપણે દુનિયાની 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતા. આજે આપણે 6 નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આપણી અર્થવ્યવસ્થામાં રોકડની આવશ્યકતા ઓછી થઈ ગઈ છે. કેમ કે, ડિઝિટલ લેવડ દેવડ વધી ગઈ છે. વિકાસ માટે ડિઝિટલ લેવડ દેવડ વધવી જરૂરી છે - અમિત શાહ

  Network 18 દ્વારા રવિવારે 'News18 એજન્ડા ઈન્ડીયા' કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ભાજપા અધ્યક્ષે આર્ટીકલ 35એ, રામ મંદિર, શિવસેના ગઠબંધન, ત્રિપલ તલાક, વિકાસ, ચૂંટણી એજન્ડા જેવા અનેક મુદ્દા પર વાતચીત કરી, તો નિર્મલા સીતારમને શહીદોના પરિવાર જનોને સન્માનીત કર્યા, અને રાષ્ટ્રીય સુરક્ષા તથા રાષ્ટ્રીય હિત જેવા મુદ્દા પર વાતચીત કરી.

  આ કાર્યક્રમમાં તે પહેલા કપિલ સિબ્બ સર્જિકલ સ્ટ્રાઈક, રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રહિત જેવા મુદ્દા પર વાત કરી હતી. આ સિવાય પ્રકાશ જાવડેકર અને મનીષ તિવારીએ પુલવામા અને બાલોકોટ સહિત કેટલાએ રાષ્ટ્રીય અને રાજનૈતિક મુદ્દાઓ પર વાતચીત કરી.

  આ કાર્યક્રમમાં રાજનીતિ, વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા પર પણ વાતો થઈ હતી. ચૂંટણી સાથે જોડાયેલા તમામ પ્રશ્નોના જવાબ તપાસવા માટે આ કોનક્લેવમાં સત્તા પક્ષ, વિપક્ષી ગઠબંધન, પોલીસી એક્સપર્ટ અને સ્ટ્રેટજીક થિંકર્સનો જમાવડો લાગ્યો હતો. આ મંચ પર નેતાઓ સિવાય દેશના દિગ્ગજોએ ખુલ્લા મનથી પોતાનું મંતવ્ય જણાવ્યું. હવે આના માધ્યમથી દેશનો એજન્ડા નક્કી કરી શકાશે.

  આ મહામંચ પર બીજેપી અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ પ્રવક્તા મનીષ તીવારી, કપિલ સિબ્બલ, પ્રકાશ જાવડેકર, રણદીપ સુરજેવાલા અને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી જેવા મોટા નેતાઓ એજન્ડામાં રૂબરૂ થયા હતા.