જ્યારે આમિરે શુદ્ધ ગુજરાતીમાં કહ્યું, કૂતરાં, બિલાડા, વાઘ-સિંહ વાળી ચેનલ પણ...

આમિર ખાન, એક્ટર

આમિરે તેની ભાષામાં ગુજરાતી છટા લાવવા માટે આતિશ અને જેડી મજેઠિયાનો પણ આભાર માન્યો છે

 • Share this:
  મુંબઇ: આમિર ખાન અને પંકજ ત્રિપાઠીની નવી ટાટા સ્કાયની એડવર્ટાઇઝમેન્ટ હાલમાં જ રિલીઝ થઇ છે. આ એડમાં આમિર ખાન એક ગુજરાતી ધંધાદારીનાં પાત્રમાં નજર આવી રહ્યો છે. એડવર્ટાઝમેન્ટમાં તેનો લૂક અને તેની ભાષા સાંભળીને તમને પણ મઝા પડી જશે.

  તેની બોલવાની છટા પણ એક ગુજરાતી જેવી જ છે. કોઇ તેને જોઇને ન પારખી શકે કે આ કોઇ ગુજરાતી નહીં પણ કોઇ બોલિવૂડનો હિરો છે.  ટાટા સ્કાયની આ એડવર્ટાઇઝમેન્ટનો વીડિયો આમિર ખાને તેનાં ટ્વિટર પેજ પર શેર કર્યો છે. એટલું જ નહીં તેણે તેની ભાષામાં ગુજરાતી છટા લાવવા માટે આતિશ અને જેડી મજેઠિયાનો પણ આભાર માન્યો છે. તો સુરેશ ત્રિવેણી અને પંકજ ત્રિપાઠી સાથે કામ કરવાનો આનંદ પણ વ્યક્ત કર્યો છે.
  Published by:Margi Pandya
  First published: