Home /News /gujarat /'બિગ બોસ 16' શોના બદલાયા નિયમો, આવો જાણીએ ક્યારે અને જોઈ શકાશે શો!

'બિગ બોસ 16' શોના બદલાયા નિયમો, આવો જાણીએ ક્યારે અને જોઈ શકાશે શો!

આગમી ટૂંક સમયમાં રિયાલિટી શો 'બિગ બોસ 16' આવી રહ્યો છે.

Bigg Boss 16 Premiere: આગમી ટૂંક સમયમાં રિયાલિટી શો 'બિગ બોસ 16' આવી રહ્યો છે. ઘણા સમયથી સલમાન ખાન પણ આ શોને લઈ ભારે ચર્ચામાં રહ્યા છે. મેકર્સ દ્વારા થોટાક કંટેસ્ટેટનો પ્રોમો પણ લોંચ કર્યો છે.

    'બિગ બોસ 16' શોના ચાહકો માટે હવે ખુશીના સમાચાર મળ્યા છે કે, આગામી થોડા જ સમયમાં રિયાલિટી શો 'બિગ બોસ 16' આવી રહ્યો છે. પાછલા ઘણા સમયથી સલમાન ખાન પણ આ શો માટે થઈ ભારે ચર્ચામાં રહ્યા છે. મેકર્સ દ્વારા થોટાક કંટેસ્ટેટનો પ્રોમો પણ લોંચ કર્યો છે. આ પછી ચાહકોમાં ઉત્સાહ વધી ગયો છે.

    શોના નિયમોમાં બદલાવ થયાની પણ જાણકારી મળી રહી છે. હવે 'બિગ બોસ 16'ને આવવામાં થોડો જ સમય બાકી રહ્યો છે, મતલબ કે આ શો ટૂંક સમયમાં આવી રહ્યો છે. 'બિગ બોસ 16' ને તમે ટીવીની સાથે સાથે ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ જોઈ શકાશે. 'બિગ બોસ 16'નો ભવ્ય પ્રીમિયર બે દિવસમાં યોજાશે. તારીખ 1 અને 2 ઓક્ટોબરની રાત્રે 09:0 કલાકથી કલર્સ ચેનલ પર દેખી શકાશે. આ શો નું પ્રસારણ સોમવારથી શુક્રવારે 10 વાગ્ચાથી કરવામાં આવશે. જ્યારે આઠવાડીયાના અંતે બિગ બોસ રાત્રે 09:0 કલાકે જોઈ શકાશે.

    આ પણ વાંચો: સામાન્ય માણસને ઝટકો! કાલથી વધી શકે છે CNG-PNGના ભાવ

    ઓનલાઈલ પણ જોઈ શકાશે


    જો તમે ટીવી પર આ શો જોવાનું ભૂલી ગયો છો તો હવે તમે આ શોને ઓનલાઈન મોબાઈલ પર પણ જોઈ શકાશે. 'બિગ બોસ 16' શોને વૂટ અને એમએક્સ પ્લેયર પર જોઈ શકાશે. જીઓના સબ્સક્રાઈ વાળા લોકો તે શોના ગ્રાન્ટ ફિનાલેને જીયો ટીવી પરથી લાઈવ જોઈ શકશે. આ સિવાય લાઈવ હિન્દુસ્તાન પર પણ આ શોની એપડેટ મળી રહેશે.

    'બિગ બોસ 16'માં સૌથી મોટો ફેરફાર 'વીકેન્ડ કા વાર'ને લઈને કરવામાં આવ્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. હવે 'વિકેન્ડ કા વાર' શનિવાર અને રવિવારે નહી જોઈ શકાય, કારણ કે તેમા હવે ફેરફાર કરવામાં આવ્યો છે, તેને હવે શુક્રવાર અને શનિવારે જોઈ શકાશે, જ્યારે સલમાન ખાન આ શોને હોસ્ટ કરતા જોવા મળશે. મહત્વની અને રસપ્રદ વાત એ છે કે, રિલીઝ થયેલા પ્રોમોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 'બિગ બોસ' સીઝન 16માં પોતે જ રમશે. જો કે, આ કેવી રીતે થશે તેની હજુ સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી.

    સલમાન ખાને 27 સપ્ટેમ્બરના રોજ પ્રથમ કન્ફર્મ થયેલા સ્પર્ધકોની જાહેરાત કરી હતી. તાજિકિસ્તાનના કલાકાર અબ્દુ રોજિક 'બિગ બોસ 16'માં ભાગ લેશે તેવી જાણકારી મળી છે. આ વાતનો ખુલાસો 'બિગ બોસ 16'ની પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવ્યો હતો. તેના સિવાય જે સ્પર્ધકોના નામ સામે આવ્યા છે તેમાં નિમ્રિત કૌર અહલુવાલિયા, ગૌતમ વિગ અને સુમ્બુલ તૌકીરનો પણ સમાવેશ થાય છે.
    Published by:Vimal Prajapati
    First published:

    विज्ञापन
    विज्ञापन