વિધાનસભા પેટાચૂંટણી : ચાર બેઠકો પર કૉંગ્રેસના સંભવિત ઉમેદવારોની પૅનલ

News18 Gujarati
Updated: September 21, 2019, 3:55 PM IST
વિધાનસભા પેટાચૂંટણી : ચાર બેઠકો પર કૉંગ્રેસના સંભવિત ઉમેદવારોની પૅનલ
પ્રતિકાત્મક તસવીર

કેન્દ્રીય ચૂંટણી પંચ ( Election Commission of India) દ્વારા ગુજરાતની (Gujarat) ચાર વિધાનસભા બેઠકો ( Assembly Seats) પર પેટાચૂંટણીની જાહેરાત કરાઈ છે. કૉંગ્રેસ પાર્ટી દ્વારા ચારેય બેઠકો પર આ ઉમેદવારોની પૅનલ તૈયાર કરાઈ છે.

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ : કેન્દ્રીય ચૂંટણી પંચે (Elction Commission of India) ગુજરાતની ચાર વિધાનસભા (4 Assembly byElection) બેઠક માટે ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જે પ્રમાણે આગામી 21મી ઑક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે. હાલ ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) સાત બેઠકો ખાલી છે. જેમાંથી હાલ ચૂંટણી પંચે ચાર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. રાજ્યમાં લુણાવાડા (Lunavada) (Amraiwadi) અમરાઈવાડી (kheralu) ખેરાલુ (Tharad) થરાદા બેઠકો પર કૉંગ્રેસ પાર્ટીના સંભવિત ઉમેદવારના નામોની અટકળો વહેતી થઈ છે.

થરાદ બેઠક
ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા બેઠક ખાલી પડી. આ સીટ પર કૉંગ્રેસ ડી.ડી. રાજપુત, માવજી ચૌધરી અથવા ગુલાબસિંહ રાજપુતને મેદાને ઉતારી શકે છે.

ડી.ડી રાજપુત :  ગત વિધાનસભા ચૂંટણી લડ્યા હતા , પરબત પટેલ સામે જંગી મતથી હાર થઇ હતી

માવજી ચૌધરી : ચૌધરી સમાજના આગેવાન કોગ્રેસ નેતા

ગુલાબસિંહ રાજપુત : યુથ કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખઆ પણ વાંચો : કોંગ્રેસ દિવા સ્વપ્ન જોવાનું બંધ કરે, અમે લોકહિતની રાજનીતિ કરીએ છીએ: જીતુ વાઘાણી

અમરાઇવાડી બેઠક પર કોંગ્રસના ઉમેદવાર
ભાજપના ધારાસભ્ય એચ.એસ.પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી. આ બેઠક પર કૉંગ્રેસમાંથી ઇલાક્ષી પટલે, ધમભાઈ પટેલ અથવા ડૉ.કનુભાઈ પટેલને ટિકિટ મળી શકે છે.

ઇલાકક્ષી નટવરલાલ પટેલ : હાટકેશ્વર કાઉન્સિલર

ધમભાઇ પટેલ : એસ.પી.જી અને પાટીદાર આંદોલન ચહેરો

ડો કનુભાઇ પટેલ : કોગ્રેસ નેતા અને સામાજીક આગેવાન

આ પણ વાંચો :  કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત : ગુજરાતની 4 બેઠક પર 21મી ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાશે

ખેરાલુ બેઠક કોગ્રેસ સંભવિત નામ
ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી. આ બેઠક પર કૉંગ્રેસમાંથી બાબુજી ઠાકોર, ઉષાબહેન ઠાકો, અથવા હિતેન્દ્રસિંહ પરમાર કે મુકેશ ચૌધરીની પસંદગી થઈ શકે છે.

બાબુજી ઠાકોર
ઉષાબહેન ઠાકોર : ડેરીના રાજકારણથી જોડાયેલ
હિતેન્દ્રસિંહ પરમાર અને મુકેશ ચૌધરી

આ પણ વાંચો : પેટાચૂંટણી વિશે અલ્પેશે કહ્યું,'ગમે ત્યારે ચૂંટણી યોજાય, અમે તૈયાર છીએ'

લુણાવાડા કૉંગ્રેસ પેનલ
અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટાતા બેઠક ખાલી પડી. આ બેઠક પર કૉંગ્રેસ ગુલાબસિંહ ચૌહાણ, પી.એન. પટેલ અથવા કૌશિક જોષીને મેદાને ઉતારી શકે છે.

ગુલાબસિંહ ચૌહાણ : જિલ્લા પંચાયત સભ્ય, મહિસાગર
પી એન પટેલ : જિલ્લા પંચાયત વિપક્ષ નેતા
કૌશિક જોશી : કૉંગ્રેસ નેતા

આ પણ વાંચો : મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી : 21 ઑક્ટોબરે મતદાન, 24મીએ મતગણતરી

 

 
First published: September 21, 2019
વધુ વાંચો
अगली ख़बर