Home /News /gujarat /ગુજરાતમાં ચૂંટણી સમયે MLA લખેલ કારમાં ભાજપના નેતા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા

ગુજરાતમાં ચૂંટણી સમયે MLA લખેલ કારમાં ભાજપના નેતા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા

સોમનાથમાં ચૂંટણી સમયે જ MLA લખેલ કારમાંથી દારૂ ઝડપડાયો છે.

કેન્દ્રશાસિત દીવ અને ગુજરાત ચેકપોસ્ટ પર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરતા નંબર પ્લેટ વગરની રાજકીય વ્યક્તિની MLA લખેલી કારમાંથી દારૂ ઝડપી પાડ્યો છે.

  ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજ્યમાં દારૂ અને બ્લેકમનીને લઇ પોલીસ સતર્ક છે. રાજ્યમાં ચૂંટણી દરમિયાન કોઇ ઘટના ન ઘટે તેમજ દારૂની હેરફેર ન થાય તે માટે પોલીસે રાજ્યની તમામ ચેકપોસ્ટો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. તે છતા છાસવારે રાજ્યમાં દારૂ ઘુસાડવાના કિમિયાઓ અપનાવી બુટલેગરો દારૂની હેરાફેરી કરે છે. આવામાં ગીર સોમનાથમાં ચૂંટણી સમયે જ MLA લખેલ કારમાંથી દારૂ ઝડપડાયો છે.  કેન્દ્રશાસિત દીવ અને ગુજરાત ચેકપોસ્ટ પર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરતા નંબર પ્લેટ વગરની રાજકીય વ્યક્તિની MLA લખેલી કારમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. આ ગાડીમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે. સુત્રોની વાત માનીએ તો આ કાર પાલીતાણાના કોઈ રાજકીય આગેવાનની હોવાની ચર્ચા છે. પોલીસે આ મામલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, પાલીતાણાના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ MLA લખેલ કારમાંથી દારૂ ઝડડાયા છે. પાલીતાણાના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઉનામાં ઇંગલિશ દારૂના જથ્થા સાથે ઝડપાયા છે. પાલીતાણાથી દારૂનો જથ્થો લેવા દિવ ગયા હોવાનું લોક મુખે ચર્ચા છે. ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાના ખાસ અંગત ગણાતા ચેતન ડાભી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા છે. ભાજપના નેતા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: 2022 Assembly elections, Assembly Election 2022, ગુજરાત પોલીસ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन