અમરેલી : પીપાવાવમાં સિંહોના આંટાફેરાનો Video Viral, જંગલ છોડીને રસ્તે આવી ચઢ્યા સાવજ

અમરેલીના પીપાવાવમાં આવી ચઢ્યા સિંહો વાયરલ થયો વીડિયો

ગીરકાંઠાના અનેક ગામોમાં સિંહો જોવા મળે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજુલા પાસે આવેલા પીપાવાવ પોર્ટમાં પણ સિંહો આંટાફેરા કરી રહ્યા હોવાથી સુરક્ષા જોખમમાં

 • Share this:
  અમરેલી : અમરેલી જિલ્લાનું (Amreli) અતિ મહત્ત્વપૂર્ણ સ્થળ એટલે કે પીપાવાવ (Pipavav) પોર્ટ. આ જગ્યા રાજ્યનું પ્રથમ ખાનગી પોર્ટ છે જેના માધ્યમથી કરોડો રૂપિયાના માલની હેરાફેરી થાય છે. અહીંયા વિકાસ હરણફાળ ભરી રહ્યો છે એટલે કે કૉંક્રીટના સ્ટ્રક્ચરો છે. જોકે, કૉંક્રીટના જંગલમાં અસલ જંગલ છોડીને ક્યારેક ક્યારેક જંગલનો રાજા સિંહ (Lion) આવી ચઢે છે. આવો જ એક વીડિયો (Video) સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થયો છે. આ વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ વીડિયો પીપાવાવનો જ હોવાની પુષ્ટી રાજુલાના (Rajula) ધારાસભ્ય (MLA) અમરીષ ડેર (Amrish Der) પણ કરી ચુક્યા છે. તેમણે પણ વનવિભાગની ઉણી નીતિઓ સામે સવાલ ઉઠાવ્યો છે.

  ડેર પોતાના ટ્વીટરમાં લખે છે કે 'વાત છે પરસ્પસ ભરોસાની, બોલો કેટલો પ્રેમ કરતા હશે મારા વિસ્તારના લોકો આ સિંહોને કે બિંદાસ પરિવાર સાથે મુખ્ય માર્ગો ઉપર લટાર મારી રહ્યા છે. વનવિભાગની નીતિઓના લીધે ભલે જંગલોમાંથી ઘણા ''નેહડાઓ''માંથી માલધારીઓને બહાર કાઢ્યા પણ પ્રેમ તો બન્ને (સિંહો અને માલધારી)ને એવો જ જળવાઈ રહ્યો છે.'  પીપાવાવમાં અગાઉ પણ સિંહ જોવા મળ્યો હતો. કન્ટેનરના ડોક યાર્ડમાં એક સિંહના આંટાફેરાનો વીડિયો વાયરલ થયો હતો. રાજુલામાં સિંહો જંગલના સીમાડા છોડીને આવી ચઢે છે. જેવી રીતે જૂનાગઢ ગિરનારના લીધા જંગલ નજીક છે તેમ રાજુલા પણ જંગલ નજીક હોવાથી સિંહોની લટાર છે પરંતુ દરિયાકાંઠાના વિસ્તારમાં જંગલના ડુંગરા છોડીને આવી ચઢતા આ સિંહો કેટલા સુરક્ષિત રહી શકે છે તેના વિશે અનેક સવાલો છે.

  આ પણ વાંચો : માંગરોળ : પરિણીતાના માથે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા, બે સંતાનોએ માતા ગુમાવી

  પોતાના ટ્વીટરમાં અમરેલીના રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર ટાંકે છે કે 'આમ તો પીપાવા બંદર ખૂબ વ્યસ્ત બંદર છે તો પણ ''ડાલામથ્થા કેસરી'' જ્યારે પરિવાર સાથે ફરવા નીકળે ત્યારે જરા પણ ઓએને ઓછું ન લાગે એ માટે લોકો સ્વયંશિસ્ત જાળવી રસ્તો આપી દે છે. '

  આ પણ વાંચો : અમરેલી : ધોળેદિવસે ફાયરિંગનો CCTV Video, બિપીન ટેલરમાં બૂલેટ પર આવેલા શખ્સોએ ગોળી ચલાવી

  અમરેલી જિલ્લાના અનક રહેણાંક વિસ્તારોમાં સિંહોના આંટાફેરા નિત્ય જોવા મળે છે. ખાસ કરીને ખાંભા તાલુકો જંગલમાં જ હોવાના કારણે તેના ગામડાંઓમાં કેટલીય વારે વનરાજો આવી ચઢે છે.  મારણ કરવાથી લઈને લોકોના ઘરોમાં આવી ચઢ્યાના ઉદાહરણો પણ સામે આવ્યા છે પરંતુ રાજુલાના ઘટના માટે વનવિભાગે ચિંતા કરવી આવશ્યક છે. કારણ કે અહીંયા હેવી ટ્રકની આવનજાવનનો વિસ્તાર છે ત્યારે આ વિસ્તારોમાં સિંહોને સુરક્ષિત રાખવા માટે વનવિભાગ શું કાર્યવાહી કરે છે તે જોવું જ રહ્યુ
  Published by:Jay Mishra
  First published: