Home /News /gujarat /

ભરૂચના મહાસ્વચ્છતા અભિયાને કરી કમાલ, લીમકા બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

ભરૂચના મહાસ્વચ્છતા અભિયાને કરી કમાલ, લીમકા બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

ભરૂચઃ ભરૂચ ખાતે યોજાયેલ મહાસ્વચ્છતા અભિયાનને લિમ્કા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મળ્યું છે. આ સ્વચ્છતા અભિયાન માં સતત 4 કલાક સુધી 18 હજાર થી વધુ લોકો એ 14 કી.મી. ના વિસ્તાર માં સફાઈ કરી હતી.

ભરૂચઃ ભરૂચ ખાતે યોજાયેલ મહાસ્વચ્છતા અભિયાનને લિમ્કા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મળ્યું છે. આ સ્વચ્છતા અભિયાન માં સતત 4 કલાક સુધી 18 હજાર થી વધુ લોકો એ 14 કી.મી. ના વિસ્તાર માં સફાઈ કરી હતી.

  • Web18
  • Last Updated :
ભરૂચઃ ભરૂચ ખાતે યોજાયેલ મહાસ્વચ્છતા અભિયાનને લિમ્કા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મળ્યું છે. આ સ્વચ્છતા અભિયાન માં સતત 4 કલાક સુધી 18 હજાર થી વધુ લોકો એ 14 કી.મી. ના વિસ્તાર માં સફાઈ કરી હતી.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સ્વચ્છ બનાવવા માટેનું અભિયાન શરુ કર્યું હતું. જેમાં ભરૂચના લોકોએ પણ મુહિમ ઉપાડી હતી. અને ગત તા. 24 મી મે ના રોજ મહા સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લા  કલેકટર,ભરૂચ  નગર પાલિકા અને ગ્રીન ભરૂચ ક્લીન ભરૂચ ટ્રસ્ટના ઉપક્રમે આ અભિયાન યોજવામાં આવ્યું હતું.

જેમાં નગર પાલિકાના 14 કી.મી. વિસ્તારમાં સતત4 કલાક સુધી 18 હજાર 647 લોકોએ જોડાઈ શ્રમદાન કર્યું હતું. આ અભિયાનને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે .લિમ્કા બુક ઓફ રેકોર્ડ દ્વારા ભરૂચ ખાતે યોજાયેલ મહા સ્વરછતા અભિયાનને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

ભરૂચ નગરમાંથી એક જ દિવસમાં 200 ટન જેટલો કચરો આ અભિયાન દરમિયાન કાઢવામાં આવ્યો હતો. આ અભિયાન માત્ર એક દિવસ પુરતું ન રહે અને કાયમી બની રહે તેવા પ્રયાસો હાથ ધરવા નગરપાલિકાના પ્રમુખે અપિલ કરી હતી.
First published:

Tags: એવોર્ડ, ગુજરાત, ટેકનોલોજી, ભરૂચ, સ્વચ્છતા અભિયાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन