આગામી અઠવાડીયામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ થવાની સંભાવના

News18 Gujarati
Updated: June 16, 2020, 9:04 PM IST
આગામી અઠવાડીયામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ થવાની સંભાવના
પ્રતિકાત્મક તસવીર

રાજ્યના 4-5 તાલુકાને બાદ કરતાં તમામ તાલુકામાં 1 મીમી થી 232 મીમી સુધીનો વરસાદ નોંધાયો

  • Share this:
ગાંધીનગર :રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રૂપનો વેબીનાર આજે ઝૂમ ક્લાઉડ સોફ્ટવેરના માધ્યમથી યોજવામાં આવ્યો હતો. આ વેબિનાર દરમિયાન રાહત કમિશ્નર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં 15 જૂન સુધીમાં ૯૫.૨૫ મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મીમીની સરખામણીએ ૧૧.૪૬% છે. રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા, લખપત તાલુકા તેમજ દેવભૂમિ દ્વારકા તાલુકામાં આજ દિન સુધી વરસાદ નોંધાયો નથી. અન્ય તમામ તાલુકામાં વરસાદ ૧ મીમી થી લઈ ૨૩૨ મીમી સુધી નોંધાયો છે.

IMD દ્વારા પી.પી.ટી રજુ કરી આગામી અઠવાડીયામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર વિસ્તાર અને કચ્છનાં કેટલાક વિસ્તારમાં સામાન્યથી હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષે અંદાજીત ૧૩.૯૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 15 જૂન સુધીમાં થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૨.૦૭ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૧૬.૪૨% વાવેતર થયુ છે.

આ પણ વાંચો - ગુજરાતમાં સૌથી નાની વયે લિવર ટ્રાન્સપ્લાન્ટ : માતાના લિવરથી બે વર્ષની બાળકીને મળ્યું જીવતદાન


આ વેબિનારમા સિંચાઈ વિભાગ, આર & બી વિભાગ, ફોરેસ્ટ સહિતના વિવિધ વિભાગ અને સેન્ટ્રલ વોટર કમિશન, એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર.એફ દ્વારા પૂર્વ તૈયારી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત તમામને આગામી વરસાદની સિઝનમાં સંભવિત આફતને પહોંચી વળવા સાવચેત રહેવા રાહત કમિશનર દ્વારા સુચના પણ આપવામાં આવી હતી.
First published: June 16, 2020, 9:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading