Home /News /gujarat /

...જયારે 73 વર્ષના નારાયણ મૂર્તિએ 82 વર્ષના રતન ટાટાને પગે લાગી લીધા આશીર્વાદ

...જયારે 73 વર્ષના નારાયણ મૂર્તિએ 82 વર્ષના રતન ટાટાને પગે લાગી લીધા આશીર્વાદ

દિલને સ્પર્શી જશે વેપાર જગતના બે અનમોલ 'રતન' ટાટા અને મૂર્તિની આ તસવીર

દિલને સ્પર્શી જશે વેપાર જગતના બે અનમોલ 'રતન' ટાટા અને મૂર્તિની આ તસવીર

    નવી દિલ્હી : દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata)ને TiECON મુંબઈ લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ભારતના કૉર્પોરેટ જગતમાં પોતાના વેલ્યૂ માટે જાણીતા ઇન્ફોસિસના કો-ફાઉન્ડર એનઆર નારાયણ મૂર્તિ (NR Narayana Murthy)એ તેમને આ એવોર્ડ આપ્યો. બીજી તરફ, નારાયણ મૂર્તિએ એવોર્ડ આપ્યા બાદ રતન ટાટાને પગે લાગીને આશીર્વાદ લીધા. રતન ટાટાએ મુંબઈમાં યોજાયેલા TiECON એવોર્ડ સમારોહમાં સ્ટાર્ટઅપ રોકાણકારોને ચેતવણી આપતાં કહ્યું કે, જે રોકાણકારો પૈસા ડૂબાડીને ગુમ થઈ જાય છે તેમને બીજી કે ત્રીજી તક નહીં મળે. તેઓએ કહ્યું કે, જૂના જમાનાના બિઝનેસ ધીમે-ધીમે નબળા થતાં જશે. તેથી નવા જમાનામં ઇનોવેટિવ કંપનીઓના યુવા ફાઉન્ડર ઇન્ડિયન બિઝનેસના ભવિષ્યના લીડર હશે.

    પૈસા ડૂબાવનારાઓને બીજી કે ત્રીજી તક નહીં મળે

    ઈ-કોમર્સ કંપની સ્નેપડીલમાં રોકાણ કરી ચૂકેલા ટાટાએ કહ્યું કે બિઝનેસમાં નૈતિકતા રાખવી જોઈએ. રાતોરાત ચમકવાના પ્રયાસોથી બચવું જોઈએ. તેઓએ કહ્યું કે સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન, સલાહ, નેટવર્કિંગ અને ઓળખની જરૂર હોય છે. જે રોકાણકારો પૈસા ડૂબાવીને ગુમ થઈ જાય છે તેમને બીજી કે ત્રીજ તક નહીં મળે.


    ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિએ આ દરમિયાન કહ્યું કે, પેન્શન ફંડ અને બેંકોને પણ ભારતીય સ્ટાર્ટઅપમાં રોકાણ કરવું જોઈએ. માત્ર થોડાક જ રોકાણકારોના દમે સ્ટાર્ટઅપ માટે હકારાત્મક માહોલ નહીં બની શકે. જો તેમના માટે વધુથી વધુ ફંડ એકત્ર કરવું છે તો પેન્શન ફંડ અને બેંકોને રોકાણ માટે સામે આવવું પડશે.

    આ પણ વાંચો, બજેટ 2020: નિર્મલા સીતારમણથી આ છે અપેક્ષાઓ, વધી શકે છે આપની કમાણી
    Published by:user_1
    First published:

    આગામી સમાચાર