Home /News /gujarat /

ભારતીય શેર બજારમાં LICની ભાગીદારી કેટલી? કેટલી કંપનીઓમાં એલઆઈસીએ કર્યું છે રોકાણ? વાંચો અહેવાલ

ભારતીય શેર બજારમાં LICની ભાગીદારી કેટલી? કેટલી કંપનીઓમાં એલઆઈસીએ કર્યું છે રોકાણ? વાંચો અહેવાલ

એલઆઈસી આઈપીઓ

LIC IPO updates: લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીજ (RIL), ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), એસબીઆઈ, આઈટીસી, ICICI Bank સહિત કંપનીઓમાં મહત્ત્વની ભાગીદારી છે.

    મુંબઇ. LIC IPO: લાઈફ ઇન્શ્યોરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાનો આઈપીઓ (LIC IPO) જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ તેને લઈને ઉત્સાહ વધી રહ્યો છે. એલઆઈસીનો આઈપીઓ લોંચ થયા પહેલા કંપનીને લઈને મહત્ત્વની જાણકારી સામે આવી છે. આ માહિતી પરથી ભારતના ઇક્વિટી બજાર (Equity market)માં એલઆઈસીની રણનીતિક ભાગીદારી વિશે માહિતી મળે છે.

    બ્રોકરેજ વેન્ચુરા સિક્યોરિટીઝ તરફથી જાહેર કરવામાં આવેલા ડેટા પ્રમાણે 14 ફેબ્રુઆરી, 2022 સુધી BSE પર લિસ્ટ 5,249 શેરની કુલ 255.4 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપમાં LICની ભાગીદારી 3.7 ટકા (9.4 લાખ કરોડ રૂપિયા) છે. જે અલગ અલગ કંપનીમાં તેનું રોકાણ દર્શાવે છે.

    લિસ્ટેડ કંપનીઓની શેરહોલ્ડિંગમાં મહત્ત્વની ભૂમિકા

    બ્રોકરેજ તરફથી રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "એલઆઈસી અનેક લિસ્ટેડ કંપનીઓની શેરહોલ્ડિંગમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI) હૉલ્ડિંગના જવાબમાં સમતોલન રાખે છે. ઉદાહરણ તરીકે ITCમાં LICની 16.23 ટકા ભાગીદારી છે, જ્યારે FPIની ભાગીદારી 9.99 ટકા છે. આ એ માટે અગત્યનું છે કે, કંપનીમાં પ્રમોટરની કોઈ ભાગીદારી નથી."

    RILમાં LICની 6.13 ટકા ભાગીદારી

    દિગ્ગજ વીમા કંપનીની મોટી ભાગીદારી વાળી કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ સામેલ છે. ડિસેમ્બર, 2021 સુધી રિલાયન્સમાં LICની ભાગીદારી 6.13 ટકા હતી. આ ઉપરાંત TCS, ઇન્ફોસિસ, એસબીઆઈ, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ એલઆઈસીની મહત્ત્વની ભાગીદારી છે.

    આ પણ વાંચો: IPO ભરવા ઇચ્છતા પોલિસીધારકો માટે LIC તરફથી ખાસ સંદેશ, આ કામ કરવું જરૂરી

    આ કંપનીઓમાં 10 ટકાથી વધારે ભાગીદારી

    ITC, હિન્દુસ્તાન કૉપર, NMDC, MTNL, લાર્સન એન્ડ ટુબ્રો (L&T), હિન્દુસ્તાન એરોનિટિક્સ, ઓઇલ ઇન્ડિયા જેવી અમુક કંપનીઓમાં એલઆઈસી 10 ટકાથી વધારે ભાગીદારી ધરાવે છે.

    જ્યારે એસીસી, અંબુજા સિમેન્ટ્સ, ઇન્ડિયા સિમેન્ટ્સ, ભારત વીજળી, સીડીએસએલ, ડીસીએમ શ્રીરામ, ગ્રેસિમ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, નેશનલ સ્ટૉક એક્સચેન્જ, ટાટા સ્ટીલ અને ટાટ પાવર વગેરે કંપનીઓના બોર્ડમાં એલઆઈસી નામિત ડિરેક્ટર્સ તરીકે સામેલ છે.

    આ પણ વાંચો:  FY22માં LICએ આ સ્ટોક્સમાં રોકાણથી કરી મબલખ કમાણી

    ગ્રોથની સંભાવના

    વેન્ચુરાએ પોતાની નોટમાં કહ્યું છે કે, "ભારતની જીવન વીમા કંપનીઓ માટે કોવિડ-19નો તબક્કો પરીક્ષા સમાન રહ્યો છે. આ મુશ્કેલ સમયમાં પણ કંપનીના સારા પ્રદર્શનથી કંપની વિકાસના પથ પર આગળ વધશે તે વાતનો સંકેત મળે છે. માર્કેટમાં આગેવાન હોવાને પગલે એલઆઈસીને વિકાસની સંભાવનના વધારે ફાયદા મળવાની આશા છે."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, LIC, LIC IPO, TCS, આરઆઇએલ

    આગામી સમાચાર