Home /News /gujarat /પંચમહાલમાં દીપડાના હુમલાની કરૂણ ઘટના, 'મારા ખોળામાંથી દીપડો ખોળો ખૂંદનાર લાડકવાયાને લઈ ગયો,' બાળકનું મોત

પંચમહાલમાં દીપડાના હુમલાની કરૂણ ઘટના, 'મારા ખોળામાંથી દીપડો ખોળો ખૂંદનાર લાડકવાયાને લઈ ગયો,' બાળકનું મોત

પંચમહાલમાં દીપડાનો હુમલો

Leopard attack : પંચમહાલ (Panchmahal)માં દીપડાએ બાળકને ફાડી ખાધુ - 'મારા ખોળામાંથી મારો ખોળો ખૂદનાર મારા લાડકવાયા દીકરાને ખૂંખાર દીપડો ઉઠાવી ગયો, હું જંગવલમાં તેની પાછળ ખુબ દોડી પરંતુ...'

  રાજેશ જોષી, પંચમહાલ : ઘોઘંબા (ghoghamba) તાલુકાના વાવકુલ્લી ગામ (Vavkulli Village) માં દીપડા (Leopard attack) એ ઘરમાં ઘુસી આઠ માસના માસૂમ બાળકને તેની માતા ના ખોળા માંથી શિકાર બનાવી જંગલમાં લઈ જઈ મોતને ઘાટ ઉતારી દેતાં સ્થાનિકો અને પંથકના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દીપડો બાળકને ઉઠાવી ગયો હોવાની ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ દોડી ગઇ હતી, અને તાત્કાલિક ટીમો બનાવી જંગલ વિસ્તારમાંથી માસૂમ બાળકની શોધખોળ કરતાં ભારે જહેમત બાદ માસૂમ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગે દીપડાને પકડવા બે પાંજરા ગોઠવ્યા છે. નોંધનીય છે કે, અગાઉ પણ ઘોઘંબા તાલુકામાં આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે.

  પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં અહીં ની ભૌગોલિક સ્થિતિને લઈ અવારનવાર દીપડાના હુમલાની ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક વધુ ઘટના ઘોઘંબાના વાવકુલ્લી ગામના બારીયા ફળિયામાં બની છે. કાળુભાઇ બારીયા પોતાના પરિવાર સાથે જંગલ વિસ્તાર નજીક પોતાના ખેતરમાં કાચું મકાન બનાવી રહે છે. જેઓ શુકવારની રાત્રિએ પોતાની પત્ની જશોદાબેન અને આઠ માસના માસૂમ દીકરા મયુર સાથે રોજિંદા ક્રમ મુજબ સુઈ ગયા હતા. દરમિયાન વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં પોતાના દીકરા મયુરને સ્તનપાન કરાવવા માટે તેની માતા જશોદા બેન જાગી ગયા હતા અને પોતાના વ્હાલ સોયા દીકરાને ખોળામાં લઇ સ્તનપાન કરાવી રહ્યા હતા, ત્યારે અચાનક જ દીપડો તેઓ પાસે પહોંચી ગયો હતો અને જશોદાબેન કંઈપણ સમજે એ પહેલાં જ દીપડો તેઓના ખોળામાંથી આઠ માસના લાડકવાયાને શિકાર બનાવી જંગલ તરફ ભાગ્યો હતો. જેથી જશોદાબેને બુમરાણ મચાવી હતી અને સાથે સાથે દીપડાના મુખમાંથી પોતાના દીકરાને બચાવવા માટે પોતાના જીવની સહેજ પણ પરવા કર્યા વગર રાત્રિના અંધકારમાં દીપડા પાછળ દોટ મૂકી હતી, પરંતુ જેમાં જશોદાબેનને સફળતા મળી ન હતી.

  દીપડો મયુરને લઈ જંગલ તરફ ભાગી છૂટ્યો હતો. આ વેળાએ મયુરના પિતા કાળુભાઇએ પણ બુમરાણ મચાવી ગામમાં અન્ય વ્યક્તિઓને ફોન કરી જાણ કરી હતી, જેથી ગામના સરપંચ સહિત દોડી આવ્યા હતા અને મયુરની શોધખોળ માટે જંગલ ખુંદી વળ્યાં હતા પરંતુ, માસૂમના કોઈ સગડ મળ્યા નોહતા. આ દરમિયાન વનવિભાગને પણ જાણ કરી હોવાથી રાજગઢ આરએફઓ સરલાબેન અને ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાંચ ટીમો બનાવી બાળકની શોધખોળ આદરી હતી. આખરે મૃતદેહ જંગલની ઝાડીમાં પથ્થર ઉપરથી મળી આવતાં જ પરિવારના સભ્યોએ ભારે રોકકળ કરી મુકી હતી.

  જંગલ વિસ્તારને અડીને આવેલા મકાનોમાં હમેશાં દરવાજા રાખવા વનવિભાગની અપીલ

  ઘોઘંબા તાલુકાના વાવકુલ્લી ગામમાં વનવિભાગ દ્વારા દીપડા કે અન્ય વન્ય પ્રાણીઓ સામે રક્ષણ કેવી રીતે મેળવવું જે જનજાગૃતિ માટે પ્રયાસો કરી જાણકારી આપી હતી. જેમાં જંગલ વિસ્તારમાં અથવા જંગલને અડીને આવેલા કાચા કે પાકા મકાનોમાં દરવાજો અવશ્ય રાખવો અને રાત્રિ દરમિયાન બંધ કરવો. આ ઉપરાંત પશુઓની ગમાણને પણ દરવાજા વાળી રાખવી, તેમજ જંગલ વિસ્તારમાં બાળકો કે અન્ય એ એકલ દોકલ જવું નહિં અને રાત્રિ દરમિયાન ઘરમાં દીવો કે લાઈટનો પ્રકાશ અવશ્ય રાખવા જણાવવામાં આવ્યું હતું.

  આ પણ વાંચોRapist Father : પિતાજ બન્યો હેવાન, 11 વર્ષની દીકરી પર અનેક વાર ગુજાર્યો બળાત્કાર

  દીપડા સામે હું શું કરી શકું મારા ખોળામાંથી મારા લાડકવાયો લઈ ગયો! જશોદાબેનની વેદના

  ખોળાના ખૂંદનારની પ્રાપ્તિ માટે મનુષ્ય પથ્થર એટલા દેવ માની પૂજા કરે છે, અને દર દર ભટકે છે. આ તરફ સંતાન પ્રાપ્તિ માટે દરેક માતા પણ નવ નવ માસ સુધી પોતાના ઉદરમાં રહેલા ગર્ભની સાચવણી માટે ભારે તકલીફનો સામનો કરે છે. આ તમામ સંજોગો વચ્ચે કાળુભાઈ અને જશોદાબેનના પરિવારમાં ખુશીઓ લઈ આવેલો મયુર માંડ આઠ માસનો થયો હતો, ત્યાં જ પરિવારનો લાડકવાયો માતાના ખોળામાંથી અકાળે છીનવાઈ ગયો છે. આ ઘટનાના સાક્ષી અને માસુમની માતા જશોદા બેન રડમસ સ્વરે અને ભારે આક્રંદ સાથે જણાવ્યું હતું કે, દીપડો મારા ખોળામાંથી છોકરો લઈ ગયો, ત્યારે હું એના પાછળ મારા જીવની પરવા કર્યા વિના દોડી હતી પરંતુ, દીપડા સામે મારે શું તાકાત કે હું એને પકડી શકું. આખરે મારો લાડકવાયા દીકરાને દીપડો લઈ ગયો, એવા દુઃખ ભર્યા ઉદ્દગારો એક માતાના મુખે સાંભળી ત્યાં ઉપસ્થિત સૌની આંખના ખૂણા ભીંના થઇ ગયા હતા.
  Published by:kiran mehta
  First published:

  Tags: Leopard attack, Panchmahal latest news, Panchmahal News, દીપડો, હુમલો

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन