પોરબંદરઃ ઈસ.1993ના મુંબઈ બ્લાસ્ટના આરોપી મમુમીયા પંજુમીયા પર ગેરકાયદેસર હથિયાર રાખવાના કેસ પર પોરબંદરની ટાડા કોર્ટ દ્વારા અપાયેલ ચુકાદામાં મમુમીયા પંજુમીયાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

ગેરકાયદે હથિયાર લેન્ડીંગ કેસની વિગત મુજબ1993માં મુંબઈમાં થયેલ સીરીયલ બ્લાસ્ટમાં જે હથિયારો અને આરડીએક્સનો ઉપયોગ થયો હતો તે હથિયારો પોરબંદરના ગોસા બારા નજીકના દરિયા કિનારે પોરબંદરના મમુમીયા પંજુમીયા દ્વારા ઠાલવવામાં આવ્યા હતા.
આ હથિયાર લેન્ડીંગ સમયે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચતા મમુમીયા પંજુમીયા દ્વારા પીએસઆઈ સહિત પોલીસ કાફલા પર ફાયરિંગો કર્યા હતા. ત્યારબાદ મુમુમીયા પંજુમીયાએ પોરબંદરના ખારવાડમાં રહેતા અને આ કેસના અન્ય બે આરોપીઓ વિજય ભદ્રેચા અને રાજુ બાદરશાહીને બે પિસ્તોલ અને બે રાયફલ અને એક રિવોલ્વર સહિત કારુતુસો આપ્યા હોય અને ત્યારબાદ મમુમીયા પંજુમીયા વિદેશમાં ફરાર થયેલ હતો.
ત્યારબાદ દશ-બાર વર્ષે પોલીસના હાથે ઝડપાયેલ મમુમીયા પંજુમીયા સહિત અન્ય બે શખ્સો પર હથિયાર રાખવાનો આ પોરબંદરની સ્પેશીયલ ટાડા કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેમાં અન્ય બે આરોપીઓ તો પહેલા જ નિર્દોષ જાહેર થઈ ચુક્યા છે. જ્યારે આ કેસના મુખ્ય આરોપી મમુમીયા પંજુમીયાને પણ કોર્ટે મોટી રાહત આપીને તેઓને નિર્દોષ છોડી મુક્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર