આજથી લૉકડાઉનમાં કયા કામો કરવાની મળી છૂટ અને કયા રહેશે બંધ?

Lockdown Guideline: જાણીએ નવા નિર્દશો મુજબ, કોને રાહત મળશે અને કયા કામો પર બિલકુલ પ્રતિબંધ લાગેલો રહેશે

Lockdown Guideline: જાણીએ નવા નિર્દશો મુજબ, કોને રાહત મળશે અને કયા કામો પર બિલકુલ પ્રતિબંધ લાગેલો રહેશે

 • Share this:
  ગૃહ મંત્રાલયે ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસ (Coronavirus)ના કારણે લૉકડાઉન (Lockdown) ની અવધિને 19 દિવસ માટે લંબાવી દીધી છે. પરંતુ લૉકડાઉનના બીજા ચરણને લઈને નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જાણીએ નવા નિર્દશો મુજબ, કોને રાહત મળશે અને કયા કામો પર બિલકુલ પ્રતિબંધ લાગેલો રહેશે...


  સરકારના નવા નિર્દેશો મુજબ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ 3 મે સુધી બિલકુલ બંધ રહેશે. આ ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ બંધ રહેશે.


  આગામી આદેશ સુધી સિનેમા હોલ, મૉલ, શોપિંગ કોમ્પલેક્સ વગેરે બિલકુલ બંધ રહેશે.


  સરકારે 3 મે સુધી તમામ પ્રકારના રાજકીય, સામાજિક, મનોરંજન, શૈક્ષણિક અને ધાર્મિક સમારોહ પર પ્રતિબંધ લગાવ્યો છે.


  સરકારે 20 એપ્રિલથી દવાઓ, મેડિકલ ડિવાઇસ, ઓક્સિજન, કાચા માલ વગેરે બનાવતા યૂનિટોને ખોલવાનો આદેશ આપ્યો છે.


  રવિ પાકની કાપણીને ધ્યાને લઈ સરકારે ખેડૂતોની મોટી રાહત આપી છે.


  કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા અન્ય કામ જેવા કે કૃષિ મશીનોની દુકાન, સ્પેરપાર્ટ્સની દુકાન રિપેર અને સપ્લાય ચેન વેગેરે સાથે જોડોયલી સંસ્થાઓને ખોલી શકાશે.
  Published by:user_1
  First published: