Home /News /gujarat /

દિપેશ ભાનની અંતિમ ક્ષણ કેવી હતી? મલખાનના મિત્ર ઝેન ખાને કર્યું વર્ણન

દિપેશ ભાનની અંતિમ ક્ષણ કેવી હતી? મલખાનના મિત્ર ઝેન ખાને કર્યું વર્ણન

દિપેશ ભાનને અંતિમ ક્ષણમાં શું થયું હતું.

સિરિયલ ભાભીજી ઘર પર હૈ ફેમ મલખાન એટલે કે દિપેશ ભાન હવે આપણી વચ્ચે નથી રહ્યા. માત્ર 41 વર્ષની ઉંમરમાં દિપેશ ભાને આ દુનિયાને અલવિદા કહી દીધું. સોમવારે દિપેશ ભાનની યાદમાં પ્રેયર મીટ રાખવામાં આવી હતી.

  સિરિયલ ભાભીજી ઘર પર હૈ ફેમ મલખાન એટલે કે દિપેશ ભાન હવે આપણી વચ્ચે નથી રહ્યા. માત્ર 41 વર્ષની ઉંમરમાં દિપેશ ભાને આ દુનિયાને અલવિદા કહી દીધું. સોમવારે દિપેશ ભાનની યાદમાં પ્રેયર મીટ રાખવામાં આવી હતી. જ્યાં શો ભાભીજી ઘર પર હૈની સ્ટારકાસ્ટ સિવાય ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ સામેલ થયા હતા.

  દિપેશ ભાનના મિત્રએ કર્યો મહત્ત્વનો ખુલાસો

  પ્રેયર મીટમાં દિપેશ ભાનના મિત્ર ઝેન ખાને એક્ટરની છેલ્લી કેટલીક મિનિટો વિશે જણાવ્યું છે. મીડિયા સાથે વાતચીતમાં ઝેને દિપેશ ભાનની છેલ્લી ક્ષણો યાદ કરતા કહ્યું- સવારના 7.20 વાગ્યા હતા. હું ને દિપેશ એક જ બિલ્ડિંગમાં રહીએ છીએ. તે મારી તરફ ભાગતો આવ્યો. તે ક્રિકેટ રમવા માગતો હતો. તે ક્યારેય શનિવારે ક્રિકેટ રમતો નથી. શનિવારે તેણે શૂટિંગ માટે જવાનું હોય છે, પરંતુ તે દિવસે મોડું શૂટિંગ હતું. તે મને ઘણો જ સપોર્ટ કરતો. અમે કામ અંગે ચર્ચા પણ કરતા.'

  દિપેશને અંતિમ ક્ષણમાં શું થયું હતું

  દિપેશ બોલિંગ ટીમ તો હું બેટિંગ ટીમમાં હતો. તેણે આખી ઓવર બોલિંગ કરી અને પછી તે મારી પાસે કેપ લેવા આવ્યો હતો. તે મારા પગ આગળ પડી ગયો હતો અને મને ખ્યાલ આવી ગયો કે તે શ્વાસ લઈ શકતો નથી. મને એકદમ આંચકો લાગ્યો. મેં ક્યારેય તેને આ રીતે જોયો નહોતો. તે હંમેશાં એક્ટિવ રહેતો. દિપેશની તબિયત ક્યારેય ખરાબ થઈ હોય તેવું બન્યું જ નહોતું. તે બધાને હસાવતો રહેતો હતો. અમે સુધબુધ ખોઈ બેઠા હતા. અમે તાત્કાલિક એબ્યુલન્સને ફોન કર્યો, પરંતુ અમે સમય બગાડવા માગતા નહોતા. અમે એમબ્યુલન્સની રાહ જોયા વગર જ અમારી કાર લીધી અને તરત જ હોસ્પિટલ ભાગ્યા. કમનસીબે હોસ્પિટલમાં ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. હું કોઈની સાથે વાત કરી શકું તેવી સ્થિતિમાં નહોતો. મીડિયા મને સતત ફોન કરતી હતી, પરંતુ હું તે ક્ષણ હજી સુધી ભૂલી શક્યો નથી. મેં મારા હાથમાં મારો મિત્ર ગુમાવ્યો હતો. આ વાત હું જીવનમાં ક્યારેય ભૂલી શકીશ નહીં.'

  દિપેશના બાળકનું ધ્યાન તેનો મિત્ર રાખશે

  દિપેશનો દીકરો મીત ઘણો જ નાનો છે. હું મીત સાથે રમતો. તે મને ચાચુ કહીને બોલાવે છે. મીતને ગાવાનો ઘણો જ શોખ છે અને દિપેશ ઈચ્છતો હતો કે તેનો દીકરો મોટો થઈને સિંગર બને. તેના બધા સપના હવે સપના બનીને જ રહી ગયા, પરંતુ હું મીત માટે ચોક્કસથી કંઈક કરીશ.' ઝેને લોકોને દિપેશ વિશે ખોટી અફવા ન ફેલાવવાની અપીલ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વધારે વર્કઆઉટ કરતો હતો તેથી દિપેશનું નિધન થઈ ગયું, જો કે આ વાત સાચી નથી. ઉલ્લેખનીય છે કે દિપેશના આકસ્મિક નિધનથી તેમના મિત્રો અને નજીકના લોકોને જ નહીં પરંતુ ફેન્સને પણ આઘાત લાગ્યો છે.
  Published by:Priyanka Panchal
  First published:

  Tags: Deepesh Bhan

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन