જમીન પચાવી પાડવાનો મામલો: કુંવરજી બાવળીયાને હાઈકોર્ટે આપી રાહત


Updated: December 18, 2019, 8:59 PM IST
જમીન પચાવી પાડવાનો મામલો: કુંવરજી બાવળીયાને હાઈકોર્ટે આપી રાહત
કુંવરજી બાવળીયા (ફાઈલ ફોટો)

વર્ષ ૨૦૦૫માં રાજકોટ જિલ્લાના વિંછીયા પો.સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ રદ કરવાની અરજી હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી ફરિયાદ રદબાતલ ઠેરવી છે.

  • Share this:
વર્ષ 2005માં અમરાપુરાના સરપંચે કુંવરજી બાવળિયા સામે ફરિયાદ કરી હતી. જમીન પચાવી પાડવાનો કુંવરજી સામે આક્ષેપ કરવામા આવ્યો હતો . કુંવરજી બાવળિયાએ કેસ રદ્દ કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. ભાજપના ધારાસભ્ય અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બા‌વળિયાને જમીન વિવાદના આ કેસમાં મોટી રાહત મળી છે. તેમની વિરૂદ્ધ વર્ષ ૨૦૦૫માં રાજકોટ જિલ્લાના વિંછીયા પો.સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ રદ કરવાની અરજી હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી ફરિયાદ રદબાતલ ઠેરવી છે. આ સમગ્ર મામલે બા‌વળિયા તરફથી અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ફરિયાદી અને તેમની વચ્ચે સમાધાન થઇ ગયું હોવાથી આ ફરિયાદમાં આગળ કોઇ કાર્યવાહી કરવાની ન રહેતી હોવાથી તેને રદ કરવામાં આવે.

આ સમગ્ર મામલે કુંવરજી બાવળિયા અને નીતિન મારૂ દ્વારા હાઇકોર્ટ સમક્ષ ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે આ સમગ્ર મામલે ફરિયાદી પક્ષ સાથે સમાધાન થઇ ગયું હોવાથી ફરિયાદ રદ કરવામાં આવે. રિટમાં જણાવેલી કેસની હકીકત મુજબ કુંવરજી બાવળિયા વર્ષ ૧૯૯૪માં શ્રી ગ્રામ સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના વહિવટદાર અને ટ્રસ્ટી હતા. નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં લેતાં તેમણે અનેકવાર સરકારમાં જમીન માટેની અરજી કરી હતી. તેથી જસદણ અમરાપુર ખાતેની જમીન ફાળવવામાં આવી હતી.

વર્ષ ૨૦૦૩માં તેમણે ટ્રસ્ટમાંથી રાજીનામુ આપી દીધું હતું. વર્ષ ૨૦૦૪માં ટ્રસ્ટ તરફથી છ એકડ જમીન વૃક્ષોની વાવણી માટે માગવામાં આવી હતી. જેમાં બાવળિયા તરફથી સહી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જમીનની અરજી કલેક્ટરે રદ કરી હતી. ત્યારબાદ ૨૦૦૫માં તેમની વિરૂદ્ધ સવિતાબહેન વસાણી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. બંને જુદીજુદી રાજકીય પાર્ટીઓના હોવાથી ફરિયાદ કરવામાં આવી હોવાની તેમની દલીલ છે.

ફરિયાદમાં એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, જમીનની ફાળવણી માટેના ઠરાવને અમરાપુર ગ્રામ પંચાયતનું સીલ અને સ્ટેમ્પ મારવામાં આવ્યું હતું અને સહી પણ કરવામાં આવી હતી. જો કે, સરપંચે આવા ઠરાવ પર સહી કરી નથી. ઠરાવ ટાઇપ કરેલા નહીં સહી કરેલા હોય છે. પરંતુ જમીન લેવા માટે કલેક્ટર સમક્ષ આ ખોટા ઉપજાવી કાઢેલા દસ્તાવેજ અપાયા હતા. આ વર્ષો જૂની ફરિયાદ બાદ કુંવરજી બાવળિયા હવે ભાજપમાં જોડાઇ ગયા છે. દરમિયાન બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ જતાં તેના આધારે તેમણે ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં રિટ કરી હતી. જે રિટને હાઈકોર્ટ દ્વારા મંજૂર રાખવામાં આવતાં તેમને મોટી રાહત મળી છે.
First published: December 18, 2019
વધુ વાંચો
अगली ख़बर