Home /News /gujarat /

લાલુનો PM મોદી પર પ્રહાર, પુછ્યુ-બોલો બાપુનો હત્યારો કોણ?

લાલુનો PM મોદી પર પ્રહાર, પુછ્યુ-બોલો બાપુનો હત્યારો કોણ?

સભા સંબોધતાં સામે બેઠેલી જનતા પાસે સવાલો કરી એમના મોંઢે જ જવાબ બોલાવવાની સ્ટાઇલમાં મોદી પાવરધા કહેવાય છે. પરંતુ આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે મોદી સ્ટાઇલથી મોદી સામે આકરો વાર કર્યો છે. ચાર સવાલો ટ્વિટ કરી લાલુએ મોદીને હત્યારા તરીકેની છાપ ઉપસાવવા પ્રયાસ કર્યો છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # સભા સંબોધતાં સામે બેઠેલી જનતા પાસે સવાલો કરી એમના મોંઢે જ જવાબ બોલાવવાની સ્ટાઇલમાં મોદી પાવરધા કહેવાય છે. પરંતુ આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે મોદી સ્ટાઇલથી મોદી સામે આકરો વાર કર્યો છે. ચાર સવાલો ટ્વિટ કરી લાલુએ મોદીને હત્યારા તરીકેની છાપ ઉપસાવવા પ્રયાસ કર્યો છે.

આરજેડી વડા લાલુ પ્રસાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એમની જ સવાલોની સ્ટાઇલમાં જોરદાર શાબ્દિક ઘા કર્યો છે. લાલુએ ટ્વિટ કરી સવાલોના સવાલો પુછી મોદીને બાપુના હત્યારા તરીકેની છબી ઉપસાવી છે.

લાલુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઇને ટ્વિટ કરી છે, જેમાં તેમણે ચાર સવાલો કર્યા છે. બાપુના હત્યારાને કોણ પુજે છે? આરએસએસને કોણ પૂજે છે? ભાજપને કોણ ચલાવે છે? તો હત્યારો કોણ થયો? જેનો જવાબ લાલુએ જાતે જ આપ્યો છે.

લાલુએ અમિત શાહને આડે હાથ લેતાં કહ્યું કે, તે બિહારમાં આગ લગાવવા ઇચ્છે છે. આ અગાઉ પણ અમિત શાહ અને લાલુ પ્રસાદ વચ્ચે શાબ્દિક જંગ છેડાયો હતો. શાહે લાલુને ઘાસચારા ચોર તો લાલુએ તેમને નરભક્ષી કહ્યા હતા.

લાલુએ ટ્વિટ કરેલા ચાર સવાલ

Q-1 : બાપૂના હત્યારા ગોડસેને કોણ પૂજે છે? (A-RSS)

Q-2 : આર.એસ.એસને કોણ પુજે છે? (A-BJP)

Q-3 : બીજેપીને કોણ ચલાવી રહ્યું છે? (A-મોદી)

Q-4 : તો હત્યારો કોણ થયો ?
First published:

Tags: ટ્વિટર, નરેન્દ્ર મોદી, બિહાર ચૂંટણી, લાલુ પ્રસાદ યાદવ, વડાપ્રધાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन