મહેસાણાઃ પાટીદારોનું અનામતની માંગને લઇને ત્રણ મહિનાથી ચાલી રહેલું આંદોલન હવે સરકાર અને રાજકીય પક્ષો માટે માથાનો દુખાવો બન્યું છે. બીજી તરફ દિવસેને દિવસે વધુ મજબુત બનતા આંદોલનને લઇને વિરોધીઓ પણ લાલઘુમ બન્યા છે. ત્યારે આ આંદોલન સાથે જોડાયેલા એસપીજીના પ્રમુખ લાલજી પટેલને ફોન પર અજાણ્યા શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. અને આંદોલનને તોડવા તેમજ આંદોલનમાંથી હટી જવા માટે ધમકી આપતા ખળભળાટ મચ્યો છે.

લાલજી પટેલ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ આપવા મહેસાણા તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા. અને પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરી હતી. ગઇકાલે રાત્રે 10 વાગ્યાના સુમારે લાલજી પટેલને ફોન આવ્યો હતો. અને બિભત્સ ગાળો બોલીને ધમકી આપવામાં આવી હતી.
લાલજી પટેલ અને એસ.પી.જી. કારોબારી હર્ષદ સોમાભાઈ પટેલને 815.....64 અને 97... ...95 નંબર પરથી ગત રાત્રે કોઈ અજાણ્યા શક્શ દ્વારા ફોન .આવ્યો હતો. અને લાલજી પટેલ સાથે ફરનારા હર્ષદ પટેલને લાલજી પટેલ સાથે નહિ ફરવા ધમકી આપી હતી.તો લાલજી પટેલને આવેલા ધમકી ભર્યા ફોનમાં બીભત્સ ગાળો બોલીને આંદોલન છોડી દેવા ધમકી અપાઈ છે. અને કેમ નેતા થઈને ફરો છો , તમારા ઘરનું એડ્રેસ આપો ઘરે આવીને બતાવી દઈશ તેવી ધમકીઓ આપી હતી. જે મામલે લાલજી પટેલે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર