રાજકોટની લેડી ડોન સોનુ ડાંગર સહિત ચાર દારુની મફેહિલ કરતા ઝડપાયા


Updated: December 10, 2019, 6:42 PM IST
રાજકોટની લેડી ડોન સોનુ ડાંગર સહિત ચાર દારુની મફેહિલ કરતા ઝડપાયા
કુખ્યાત ડાંગર, ગૌતમ પુનાની,શિવરાજ વિંછિયા અને હરપાલ સિંહ સરવૈયાને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચના હવાલે કરાયા

ચારમાંથી બે આરોપીઓ અમરેલીના હથિયારના ગુનામાં હતા વોન્ટેડ

  • Share this:
અમદાવાદ : અમદાવાદની (Ahmedabad) ઓઢવ પોલીસે (Police) બાતમીના (Tips) આધારે માહી હોટેલમાં (Raid) દરોડા પાડી રાજકોટની (Rajkot) લેડી ડોન (Lady don) સોનુ ડાંગર (sonu Dangar) સહિત ચાર લોકોની (Four) ધરપકડ (Arrest)  કરી લીધી છે. પોલીસના માહિતી મળી હતી કે કેટલા લોકો હોટેલમાં બેસી દારુની મહેફિલ કરી રહ્યા છે જેથી પોલીસે દરોડા પાડ્યુ ત્યારે ત્યાં સોનુ ડાંગરની સાથે અન્ય ગૌતમ પુનાની,શિવરાજ વિંછિયા અને હરપાલ સિંહ સરવૈયા મળી આવ્યો હતો.

પોલીસે તમામ લોકોને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પહોચી હતી કારણ કે ચારમાંથી બે આરોપીઓ અમરેલીના હથિયારના ગુનામાં પણ વોન્ટેડ છે,જેથી પોલીસે તપાસ શરુ કરી છે કે આ લોકો અમદાવાદમાં કેમ આવ્યા હતા? અને અમદાવાદ આવવા પાછળ કોઈ રહસ્ય છે કે કેમ? મળતી માહિતી પ્રમાણે સોનુ ડાંગરનુ નામ સામે આવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી કારણ કે સોનુ ડાંગર સામે અગાઉ અનેક ગુનાઓ દાખલ થયેલા છે અને પોલીસે ધરપકડ પણ કરી ચુકી છે.

આ પણ વાંચો : 'રૂપાણી સાહેબ આ મેવાણી છે, માફી કાલે પણ નહોતી માંગી આજે પણ નહીં માંગું'

આ લોકો અમદાવાદની હોટેલમાં કેમ રોકાયા હતા. શું તેઓ કોઈ ગુનાને અંજામ આપવાના પ્લાનમાં હતા? ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ તેજ કરી છે.


ઝડપાયેલા ચારમાં શિવરાજ અને ગૌતમ હથિયારના ગુનામાં વોન્ટેડ

આ સાથે પોલીસે ગૌતમ પુનાની અને શિવરાજ બિછિયાની તપાસ કરી તો જાણવા મળ્યુ છે કે આ બન્ને આરોપીઓ અમરેલીમાં 6 હથિયારના ગુનામાં પણ વોન્ટેડ છે જેથી અમરેલી પોલીસે પણ તપાસ શરુ કરી દીધી છે. આ મામલે અમરેલી ના એસ.પી.નિર્લીપ્ત રાયનું કહેવુ છે કે અમને જાણવા મળતા અમારી જાપ્તા ટીમ અમરેલી થી અમદાવાદ જવા રવાના થઈ ગઈ છે અને શિવરાજ અને ગૌતમ પુનિયાની ધરપકડ કરવામાં આવશે, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ લોકો અમદાવાદની હોટેલમાં કેમ રોકાયા હતા? શુ કોઈ ગુનાને અંજામ આપવાના પ્લાનમાં હતા? હાલ તો ક્રાઈમ બ્રાંચે પણ તપાસ તેજ કરી છે.
First published: December 10, 2019, 6:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading