રસ્તા પરથી પસાર થતાં યુવક પર પડી લોખંડની સીડી, ચમત્કારિક બચાવ

News18 Gujarati
Updated: October 16, 2019, 3:34 PM IST
રસ્તા પરથી પસાર થતાં યુવક પર પડી લોખંડની સીડી, ચમત્કારિક બચાવ
ચમત્કારિક બચાવ.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, મકાન માલિક અને ભંગારિયાની બેદરકારી સામે પોલીસે ગુનો નોંધ્યો.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : 'રામ રાખે તેને કોણ ચાખે' કહેવત સુરતમાં સાચી પડી છે. સુરતના કતારગામ વિસ્તારમાં ઘરનો સમાન નીચે ફેંકતી વખતે એક લોખંડની સીડી નીચેથી પસાર થતા યુવક પર પડી હતી. જે બાદમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માથે સીડી પડતા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી પરંતુ તેનો જીવ બચી ગયો હતો. આ મામલે પોલીસે બેદરકારીનો ગુનો દાખલ કર્યો છે. આ ઘટના અહીં નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે કતારગામ વિસ્તાર ખાતે આવેલી રામજીનગર સોસાયટીમાં રહેતા વિષ્ણુ પ્રસાદ પંડ્યા દિવાળીને લઈને પોતાના ઘરના સફાઈ કરી રહ્યા હતા. આ માટે તેમણે પોતાના ઘરમાં રહેલો અમુક સામાન ભંગારવાળાને આપવાનું નક્કી કર્યું હતું. આથી ભંગારવાળા આમીનભાઈ શેખ પોતાના માણસો સાથે વિષ્ણુભાઈને ઘરે પહોંચી ગયા હતા.

આ પણ વાંચો :  'મને માફ કરજો,' હીરામાં મંદીને કારણે રત્ન કલાકારનો આપઘાત

વિષ્ણુભાઈ પોતાના ઘરના ધાબા પરથી ભંગાર નીચે ફેંકી રહ્યા હતા. આ દરમિયાન તેમણે લોખંડની એક સીડી પણ નીચે ફેંકી હતી. આ સમયે આ સીડી ત્યાંથી પસાર થતા એક યુવક પર પડી હતી. યુવકને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે મકાન માલિક અને ભંગારવાળા સામે બેદરકારીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : પતિ અવારનવાર મુખમૈથુન માટે ફરજ પાડતો, ત્રાસ સહન ન થતાં યુવતીએ પોલીસ ફરિયાદ કરી
First published: October 16, 2019
વધુ વાંચો
अगली ख़बर