Home /News /gujarat /રાજકોટ : 'તારા વગર જીવી નહીં શકાય,' પ્રેમિકાએ ફોન ઉપાડવાનું બંધ કરતા આકાશે મોતને કર્યું વ્હાલુ

રાજકોટ : 'તારા વગર જીવી નહીં શકાય,' પ્રેમિકાએ ફોન ઉપાડવાનું બંધ કરતા આકાશે મોતને કર્યું વ્હાલુ

પ્રતીકાત્મક તસવીર

Rajkot Lover Suicide : રાજકોટ શહેરમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. પ્રેમમાં નિષ્ફળતા મળતાં 24 વર્ષના યુવાને પોતાની જિંદગી ટૂંકાવી મોતને વહાલું કર્યું છે. 

રાજકોટ (Rajkot) શહેરમાં વધુ એક આપઘાતનો (Suicide) બનાવ સામે આવ્યો છે. ચાર માસ પૂર્વે આણંદથી (Anand) રાજકોટ રહેવા આવેલા 24 વર્ષના યુવાનને પ્રેમમાં (Love) નિષ્ફળતા મળતાં તેને ગળાફાંસો ખાઇ મોતને વહાલું કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના રૈયા ગામમાં આવેલી અંજલી ડેરી પાસે ચિરાગભાઈ દિનેશભાઈ તેરૈયાના મકાનમાં ભાડે રહેનારા આકાશ દિનેશભાઈ મકવાણા (Akash Makwana)  નામના 24 વર્ષીય યુવાને ગળાફાસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું છે. યુવાને પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક આકાશ મૂળ આણંદનો વતની હતો અને તે છેલ્લા ચાર માસથી રાજકોટ રૈયા ગામ ખાતે માતા અને બહેન સાથે રહી કડિયા કામ કરતો હતો. ગઈકાલે મૃતક આકાશના માતા આણંદ ગયા હતા અને બહેન પણ બહાર ગઈ હતી આ સમયે આણંદથી તેની માતાએ તેને ફોન કર્યો હતો. પરંતુ તેને ફોન રિસીવ ન કરતાં માતાને કંઈક અજુગતું ઘટયું હોવાનું લાગી આવ્યું હતું.

આ પણ વાંચો : રાજકોટ : જાણીતા સમાજ સેવિકાના પતિ કેતન પટેલે FB Liveમાં આપઘાતનો પ્રયાસ કર્યો

જેના કારણે તેને માલ મકાનમાલિકને ફોન કરીને આકાશની તપાસ કરવા કહ્યું હતું. અગર મામલે મકાન માલિકે જ્યારે રૂમમાં જોયું તો આકાશ ની લાશ દોરડું બાંધેલી હાલતમાં લટકતી હતી. ત્યારે સમગ્ર મામલે મકાન માલિક દ્વારા 108ને જાણ કરતા તાત્કાલિક અસરથી 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો : રાજકોટ : સુરાપુરાના દર્શને જતા રજપૂત પરિવારને અકસ્માત નડ્યો, 1 મહિલાનું મોત, 13ને ઈજા

ત્યારબાદ 108ની ટીમ દ્વારા આકાશની નીચે ઉતારતા તપાસવામાં આવતાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલાની જાણ કંટ્રોલ મારફતે યુનિવર્સિટી પોલીસને કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના અજય સિંહ ચુડાસમા તેમજ રાકેશભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
" isDesktop="true" id="1118266" >

અને ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી પણ પૂર્ણ કરી હતી. તેમજ કાર્યવાહી પૂર્ણ થતા લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આકાશ આણંદની એક યુવતીના પ્રેમમાં હતો પરંતુ યુવતી તરફથી કોઈ રિસ્પોન્સ ન મળતા તે શોકમાં ગરકાવ થઈ ગયો હતો અને જેના કારણે તેણે આ પ્રકારનું આત્મઘાતી પગલું ભરી લીધું છે.
Published by:Jay Mishra
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો