Home /News /gujarat /કચ્છ : કોટડા ચકારના સરપંચ પર હુમલાનો CCTV Video, પંચાયતના જ સદસ્યએ ઘોકાના ફટકા માર્યા

કચ્છ : કોટડા ચકારના સરપંચ પર હુમલાનો CCTV Video, પંચાયતના જ સદસ્યએ ઘોકાના ફટકા માર્યા

સરપંચ પર હુમલાની ઘટના સીસીટીવી વીડિયોમાં કેદ થઈ ગઈ હતી.

Kutch Sarpanch Attack : ભુજ તાલુકાના કોટડા ચકારના સરપંચ નારશી ભગત પર મંદિર ચોકમાં ગામના શખ્સે હુમલો કર્યો

    મેહુલ સોલંકી, કચ્છ : કચ્છના (Kutch) ભુજ (Bhuj) તાલુકાના કોટડા ચકાર (Kotda chakar) ગામે સરપંચ પર હુમલાની (Attack on Sarpanch) ઘટના સામે આવી છે. ગામના સરપંચ એક્ટિવા લઈને આવી રહ્યા હતા ત્યારે ગામના જ રહેવાસી અને પંચાયતના સદસ્યએ ધોકાથી તેમના પર હુમલો કર્યો હતો. ઘટના નજકીના સીસીટીવીમાં (CCTV Video) કેદ થઈ જતા લાઇવ વીડિયો વાયરલ (Viral) થયો હતો. હુમલાની ઘટનાના પગલે સરપંચ ઘાયલ થતા તેમને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

    બનાવની વિગતો એવી છે કે ભુજ તાલુકામાં કોટડા ચકાર ગામ આવેલું છે. અહીંયા શનિવારે સરપંચ નારશી ભાઈ પર હુમલાની ઘટના સામે આવી હતી. સરપંચ પર ગામના જ મંદિર ચોકમાં ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા ધોકા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો : કચ્છ : લુખ્ખાતત્વોની 'દાદાગીરી'નો Live Video, પોલીસ કૉન્સ્ટેબલ પર છરાથી હુમલાનો પ્રયાસ

    ઘટના સ્થળ પર હાજર અન્ય એક શખ્સે હુમલો કરનારને પકડી લીધો હતો. ત્યારબાદ લોકોનો ટોળું ભેગું થઈ ગયું હતું. સમગ્ર ઘટના સી.સી.ટીવી.કેમેરામાં કેદ થઈ જતાઆ ઘટનાના સીસીટીવી વીડિયો વાયરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.



    હુમલામાં સપરંચના પગમાં ઈજા થઈ હતી. મારનાર શખ્સે કોઈ બાબતના મનદુખમાં સરપંચ પર હુમલો કર્યો હોવાના અહેવાલો છે. જોકે, ઘટના બાદ સરપંચને પગમાં ઈજા પહોંચી હતી અને તેને ભુજની ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. કચ્છના આ ધીંગાણાએ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે.

    આ પણ વાંચો : કચ્છ : જઘન્ય ઘટના! ભાઈ બન્યો 'હત્યારો' જાહેરમાં બહેનની કરી હત્યા, Live video વાયરલ

    બનાવની પ્રાથમિક વિગતો મુજબ સરપંચ પરના હીચકારા હુમલાની ઘટના અંગે પધ્ધર પોલીસ સ્ટેશનમાં સરપંચે એમએલસી નોંધાવી છે. જોકે, હુમલા પાછળનું કારણ શું છે તે હજુ સામે આવ્યું નથી ત્યારે આ ઘટના અદાવતમાં ઘટી હોવાની આશંકાઓ છે. જોકે, જે ગામમાં ગામનો પ્રથમ નાગરિક જ સુરક્ષિત ન હોય ત્યાં અન્ય વ્યક્તિઓની સુરક્ષાની જવાબદારી કોની આ સવાલ પણ સામે આવ્યો છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: CCTV Video, Kotda, Kutch, Kutch news, Live video, Sarpanch Attacked, ગુનો

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन