Home /News /gujarat /

રાજકોટઃ યુવરાજસિંહની ધરપકડ મામલે કરણીસેના મેદાનમાં, ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

રાજકોટઃ યુવરાજસિંહની ધરપકડ મામલે કરણીસેના મેદાનમાં, ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

યુવરાજસિંહ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થતા રાજકોટમાં કરણી સેનાએ વિરોધ કર્યો હતો.

યુવરાજસિંહની ધરપકડને લઈને રાજકોટ(Rajkot) સહિત સમગ્ર રાજ્યભરમાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રાજકોટ કરણી સેના દ્વારા જિલ્લા કલેક્ટર(District Collector) કચેરી(Office) ખાતે રજુઆત કરી ઉગ્ર આંદોલનની(Fierce agitation) ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

વધુ જુઓ ...
  મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ(Rajkot) : ગાંધીનગર(Gandhinagar) પોલીસ(Police) દ્વારા વિદ્યાર્થીનાં નેતા(Student leader) યુવરાજસિંહ ધરપકડ(YuvrajSinh arrested) કરવામાં આવી છે. યુવરાજસિંહ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે યુવરાજસિંહની ધરપકડને લઈને રાજકોટ(Rajkot) સહિત સમગ્ર રાજ્યભરમાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રાજકોટ કરણી સેના દ્વારા જિલ્લા કલેક્ટર(District Collector) કચેરી(Office) ખાતે રજુઆત કરી ઉગ્ર આંદોલનની(Fierce agitation) ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

  કરણીસેનાનાં આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. અને યુવરાજસિંહ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ હત્યાના પ્રયાસની કલમ નાબૂદ કરવામાં આવે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી. અને સરકાર દ્વારા સમગ્ર મામલે મધ્યસ્થી કરી હત્યાના પ્રયાસની કલમ દૂર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કરણી સેના દ્વારા રાજકોટ સહિત રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા સ્તરે તેમજ શહેરમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

  આ પણ વાંચો: સુરત: આ કંપની 1100થી વધુ મહિલાઓને બનાવી રહી છે આત્મનિર્ભર, જાણો કહાની

  આ મીડિયા સાથેની વાતચીતમાં કરણીસેના મહામંત્રી રાજવીરસિંહ વાળાએ જણાવ્યું હતું કે, હાલ પોલીસ દ્વારા યુવરાજસિંહની ધરપકડ કરી તેના ઉપર હત્યાના પ્રયાસ જેવી આકરી કલમો લગાવી છાત્રોમાં ડર બેસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે ખરેખર યોગ્ય નથી. કરણીસેનાની રજુઆત છે કે, સમગ્ર મામલે સરકાર મધ્યસ્થી કરે અને આ આકરી કલમો દૂર કરવામાં આવે. જો આમ નહીં કરવામાં આવે તો રાજ્યભરમાં કરણીસેના દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

  આ પણ વાંચો: જામનગરમાં પણ નશાનો કારોબાર! બે લાખથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે બે યુવાનો ઝડપાયા

  વધુમાં જણાવાનું કે, આ પહેલા રાજકોટની મુલાકાતે આવેલા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ મામલે જણાવ્યું હતું કે, કોણ યુવરાજસિંહ? કાયદો બધાની માટે સરખો હોય છે. અને જ્યાં કાયદાનો ભંગ થાય છે ત્યાં પોલીસ અને ન્યાયતંત્ર કાર્યવાહી કરે તે સ્વાભાવિક છે. વાઘાણીનાં આ નિવેદનથી સરકાર આ મુદ્દે નમતું જોખવા નથી માંગતી તે સ્પષ્ટ થાય છે. બીજીતરફ અનેક વિદ્યાર્થી સંગઠનોની સાથે હવે કરણીસેના પણ મેદાને આવતા આ મામલે ઘર્ષણ વધવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Rajkot city, Yuvraj singh, યુવરાજસિંહ, રાજકોટ

  આગામી સમાચાર