રાજકોટ : ટ્રાવેલ્સનો ધંધો ઠપ થતા યુવકે નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડી, પોલીસે પાડી રેડ


Updated: September 16, 2020, 4:33 PM IST
રાજકોટ : ટ્રાવેલ્સનો ધંધો ઠપ થતા યુવકે નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડી, પોલીસે પાડી રેડ
રાજકોટ : ટ્રાવેલ્સનો ધંધો ઠપ થતા યુવકે નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડી, પોલીસે પાડી રેડ

20 જેટલી ટીમો માટે ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલુ કરી હતી. જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હતા

  • Share this:
રાજકોટ : જે રીતે લૉકડાઉન બાદ તબક્કા વાર અનલોક કરવામાં આવી રહ્યું છે. જેમાં આગામી 21 તારીખથી સામાજીક, રાજકીય, રમત-ગમત, મનોરંજન, શૈક્ષણિક તથા સાંસ્કૃતિક સહિતના જાહેર કાર્યક્રમોમાં જાહેર સ્થળો પર મોટી સંખ્યામાં માણસો ભેગા થતાં હોય તેવી તમામ પ્રવૃતિમાં 100 માણસો સાથે આયોજન કરી શકાશે તેવી છૂટછાટ આપી છે પરંતુ તેમાં સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝર, માસ્ક સહિતના નિયમોનું પાલન કરવું પડશે.

જોકે 21મી તારીખ પહેલા જ શહેરની મોમેન્ટ પાર્ટી પ્લોટમાં દિપ તન્ના નામના યુવાને નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ આયોજન કર્યું હતું. 20 જેટલી ટીમો માટે ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલુ કરી હતી. જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હતા. જેની માહિતી મળતા યુનિવર્સિટી પોલીસે દરોડો પાડ્યો હતા. પોલીસે પાર્ટીપ્લોટમાં ચાલી રહેલી ટૂર્નામેન્ટ પર દરોડો પાડી સંચાલક દીપ તન્ના સામે ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો - IPL 2020: આ પાંચ ખેલાડી આ સિઝનમાં પોતાના કેપ્ટન કરતા પણ વધારે કમાણી કરશે


પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે દિપ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે પરંતુ લૉકડાઉનમાં ટ્રાવેલ્સનો ધંધો ઠપ થઈ જતા તેણે મોમેન્ટ પાર્ટી પ્લોટવાળુ મેદાન ભાડેથી લીધુ હતું. આ મેદાન તે પાંચ-છ લોકોને ક્રિકેટ રમવું હોય તો કલાકના 600 રૂપિયા લેખે ભાડેથી આપતો હતો. જોકે બાદમાં તેણે જ 20 ટીમો વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું અને રાત્રીના ક્રિકેટ મેચ રમાડી, ભીડ કરી, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભંગ કરતો હોવાનું પણ સામે આવ્યું હતું. હાલ તો પોલીસે સંચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: Ashish Goyal
First published: September 16, 2020, 4:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading