અતુલ જોશી, મોરબી : મોરબીમાં મોડી સાંજે હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબીના સામાં કાંઠા વિસ્તારમાં આવેલા એસ આરના પંપ નજીક દલિતવાસમાં રહેતા અજિત ગોરધનભાઈ પરમાર (ઉ.વ.23) ની હત્યા થઇ છે. અજિત પરમારને ગંભીર હાલતમાં મોરબી સિવિલમાં લાવવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નીપજ્યું છે.
આ સાથે જ અન્ય એક હુસેન નામના યુવકને ગંભીર હાલતમાં રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બનાવના પગલે દલિત સમાજના લોકોના ટોળા મોરબી સિવિલ ખાતે એકત્ર થઈ ગયા છે. હાલ આ હત્યા ક્યાં કારણથી કોના દ્વારા થઈ તે અંગે મોરબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.