Home /News /gujarat /

કચ્છ : જિલ્લાના જળાશયોના વિચરતા પક્ષીઓમાં થયો ચિંતાજનક ઘટાડો, અગાઉના વર્ષો કરતા અડધા પક્ષીઓ જ નોંધાયા

કચ્છ : જિલ્લાના જળાશયોના વિચરતા પક્ષીઓમાં થયો ચિંતાજનક ઘટાડો, અગાઉના વર્ષો કરતા અડધા પક્ષીઓ જ નોંધાયા

દર

દર વર્ષે શિયાળા (Kutch Winter) સમયે અનેક પક્ષીઓ (Migratory birds) પોતાના ખોરાક અને અનુકૂળ વાતાવરણ શોધતા કચ્છ સુધી પહોંચે છે

Kutch News - વેટલેન્ડ ઇન્ટરનેશનલના નેજા હેઠળ વર્ષ 1987થી પેલિકન નેચર ક્લબ દ્વારા કચ્છમાં આવા જળચર પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે

    દર વર્ષે શિયાળા (Kutch Winter) સમયે અનેક પક્ષીઓ (Migratory birds) પોતાના ખોરાક અને અનુકૂળ વાતાવરણ શોધતા કચ્છ સુધી પહોંચે છે. કચ્છમાં તેમના માટે અનુકૂળ ઠંડી અને વાતાવરણ ઉપરાંત ખોરાક પણ સારી માત્રામાં મળી આવતા અહીંના જળાશયોમાં (Kutch water bodies) થોડા મહિના સુધી મહેમાન બને છે. દર વર્ષે વેટલેન્ડ ઇન્ટરનેશનલના (Wetland International) નેજા હેઠળ કચ્છની એક સામાજિક સંસ્થા દ્વારા આવા જળચર પક્ષીઓની (Water birds) ગણતરી કરવામાં આવે છે. જોકે આ વર્ષે થયેલી ગણતરીમાં નિરાશાજનક ઘટાડો નોંધાયો હતો.

    દર શિયાળામાં હજારો કિલોમીટર દૂર રશિયા અને સાઇબિરીયાથી વિવિધ પક્ષીઓ પોતાને અનુકૂળ તાપમાન અને વાતાવરણ શોધતા કચ્છ સુધી પહોંચે છે. શિયાળામાં ચારથી પાંચ મહિના કચ્છના મહેમાન બને છે અને અહીંની શોભા વધારે છે.

    વેટલેન્ડ ઇન્ટરનેશનલના નેજા હેઠળ વર્ષ 1987થી પેલિકન નેચર ક્લબ દ્વારા કચ્છમાં આવા જળચર પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે. આ વર્ષે પણ જાન્યુઆરી મહિનાના અંતમાં કચ્છના 30 મોટા જળાશયોમાં સંસ્થા દ્વારા પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી જેમાં કુલ 10,469 પક્ષીઓ દેખાયા હતા. સામાન્ય રીતે આ સમયે કચ્છમાં 20 હજાર થી 30 હજાર જેટલા પક્ષીઓ દેખાતા હોય છે જે આ વર્ષે અડધાથી પણ ઓછા થયા હતા.

    આ પણ વાંચો - જામનગરમાં 22 વર્ષના યુવકના આપઘાતના પ્રયાસના વીડિયો વાયરલ મામલે શું આવ્યું નવું અપડેટ?

    પક્ષીઓમાં થયેલા ઘટાડા મુદ્દે News18 સાથે વાત કરતા કચ્છના જાણીતા પક્ષીવિદ અને પેલિકન નેચર ક્લબના પ્રમુખ નવીનભાઈ બાપટ દ્વારા જણાવાયું હતું કે પક્ષીઓ કચ્છમાં આવવાના કે ન આવવાના અનેક જુદા જુદા કારણો હોય છે. ઘણી વખત દુષ્કાળમાં પણ પક્ષીઓની સંખ્યા સારી નોંધાતી હોય છે તો અનેક વખત સારો વરસાદ હોવા છતાં પણ પક્ષીઓની સંખ્યા ઓછી રહે છે. તેનું એક કારણ હોઈ શકે કે પક્ષીઓને તેમના માર્ગમાં જ અનુકૂળ સ્થળ મળી જાય અથવા વધારે વરસાદ થવાના કારણે તેમનો ખોરાક પણ ધોવાઈ જતું હોય તેવું નવીનભાઈએ જણાવ્યું હતું.

    નોંધનીય બાબત છે કે સામાન્યપણે 10 હજારની આસપાસ નોંધાતા સી ગલ, જેને દરિયાઈ કાગડા પણ કહેવાય છે. તે આ વર્ષે માત્ર એક હજાર જેટલા દેખાય હતા. તો સિઝનમાં સૌથી વહેલા આવનાર અને મોડા પરત જનાર ચેતવા (Gargani), સિંગપર (Pintail) અને ચોટીલી કાબિલ બતક જેવી બતકની પ્રજાતિઓ આ વર્ષે બિલકુલ દેખાઈ ન હતી.

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2000માં 27 જળાશયોમાં 10,111 પક્ષીઓ નોંધાયા હતા, તો 2012માં 4200, 2014માં 14 હજાર અને 2020માં વન વિભાગ સાથે મળીને 70 જળાશયોમાં કરેલી ગણતરીમાં 64,833 પક્ષીઓ નોંધાયા હતા.
    First published:

    Tags: Kutch, Kutch news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन