મોરબી : મહિલા PSIની ટીમે માનવતા મહેકાવી, મહિલાને કિડનીનો દુખાવો ઉપડતા હોસ્પિટલ પહોંચાડી

News18 Gujarati
Updated: March 24, 2020, 7:01 PM IST
મોરબી : મહિલા PSIની ટીમે માનવતા મહેકાવી, મહિલાને કિડનીનો દુખાવો ઉપડતા હોસ્પિટલ પહોંચાડી
મોરબીમાં મહિલા PSIની ટીમે માનવતા મહેકાવી, મહિલાને કિડનીનો દુખાવો ઉપડતા હોસ્પિટલ પહોંચાડી

પરિવારજનોએ અને મહિલાએ મોરબી પોલીસ અને મહિલા પીએસઆઈ ટીમનો આભાર વ્યક્ત કર્યો

  • Share this:
અતુલ જોશી, મોરબી : મોરબીમાં મહિલા પીએસઆઈની ટીમે માનવતા મહેકાવી હોવાનો કિસ્સો મહામારી વચ્ચે જોવા મળ્યો છે. રોડ પર વાહનની રાહ જોઈ રહેલી મહિલાને કિડનીનો દુઃખાવો ઉપડતા ત્યાંથી ચેકિંગમાં નીકળેલી મોરબી બી ડીવીઝન પીએસઆઈ એનએ શુકલાની ટીમને ધ્યાનમાં આવ્યું હતું. જેમાં માતા-પુત્ર સાથે વાહનની રાહ જોઈ રહી હતી. મહિલા એ દરમ્યાન કિડનીની બીમારીનો દુખાવો ઉપડયો હોવાનું જાણવા મળતાની સાથે જ મહિલા પીએસઆઈ નિરાલી શુકલા સહિતની ટીમે મહિલાને સારવાર માટે સરકારી ગાડીમાં હોસ્પિટલ પહોંચાડી હતી.

મહિલા પીએસઆઈની ટીમે મહિલાને હોસ્પિટલ પહોંચાડી અને પરિવાર જનોને જાણ કરી હતી જેમાં સામાકાંઠે આવેલ સો ઓરડી વિસ્તારમાં મહિલા માટે પોલીસ ભગવાન બનીને આવી જતા મહિલાને ત્વરિત સારવાર મળી હતી.

પરિવારજનોએ અને મહિલાએ મોરબી પોલીસ અને મહિલા પીએસઆઈ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ થોડીવાર માટે હોસ્પિટલમાં પણ લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.

મોરબીમાં જનતા કર્ફ્યુનું લોકોએ કડક પણે પાલન કર્યું હતું જેમાં લોકોએ પોતાના ઘરમાં રહીને જુદી જુદી પ્રવૃતિઓ કરીને કર્ફયુને આનંદમાં ફેરવી નાખી હતી અને જુદી જુદી રમતો તેમજ વાનગીઓ બબનાવી પોતાના ઘરના સભ્યો સાથે નિરાંતે બેસીને કર્ફ્યુની મજા લઇ કોરોનની સાવચેતી પણ રાખી હતી

મોરબીમાં કોરોના વાયરસને લઈને જનતા કર્ફ્યુનો મોરબીવાસીઓએ કડકપણે પાલન કર્યું છે. જેમાં અધિક કલેકટર કેતન જોશીની ટીમ દ્વારા સતત મોનિટરીંગ પણ કરવામાં આવ્યું હતું. મોરબી વાસીઓએ આ જનતા કર્ફ્યુમાં ઘરમાં રહીને જુદી જુદી પ્રવૃતિઓ કરી હતી. જેમાં મોરબીના સિરામિક એસોશિએશનના પ્રમુખ નિલેશ જેતપ્રિયાએ એક લાખથી વધુ માસ્ક અને સેનિટાઇઝરના જથ્થાનું વિતરણ મફતમાં લોકોમાં કર્યું હતું સાથે જ જુદી જુદી વાનગીઓ બનાવી લોકોએ કર્ફ્યુને ઉજવણીમાં રૂપાંતરિત કરી દીધી હતી. જેમાં બાળકો સાથે રહીને ઘરના વડીલોએ કેરમ, ક્રિકેટ, ચોપાટ જેવી રમતો રમ્યા હતા તો મહિલાઓ અને વૃદ્ધોએ જુદા જુદા પુરાણો વાંચી ઘરના સભ્યોને જ્ઞાન આપ્યું હતું. બાળકોએ યજ્ઞ કરી આ કોરોના વાયરસથી મોરબી સહિત ભારતભરની જનતાને મુક્ક્ત કરાવે એવી ઈશ્વર પાસે અને મહાદેવ પાસે મહામ્રુત્યજય મંત્રના જાપ કરી આશીર્વાદ મેળવવા પ્રાર્થના કરી હતી.
First published: March 24, 2020
વધુ વાંચો
अगली ख़बर