રાજકોટઃ મહિલાની કટકા કરાયેલી લાશ મળી, અંગોના ટુકડા અલગ અલગ જગ્યાએથી મળ્યા

News18 Gujarati
Updated: September 16, 2018, 5:15 PM IST
રાજકોટઃ મહિલાની કટકા કરાયેલી લાશ મળી, અંગોના ટુકડા અલગ અલગ જગ્યાએથી મળ્યા
મહિલાની હત્યા કરી કોઇ અહીં લાશને ફેંકી ગયું હોય તેવું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જંગલી પ્રાણીઓએ લાશને ફાડી ખાધી હોય માત્ર કંકાલ જ મળી આવ્યું.

મહિલાની હત્યા કરી કોઇ અહીં લાશને ફેંકી ગયું હોય તેવું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જંગલી પ્રાણીઓએ લાશને ફાડી ખાધી હોય માત્ર કંકાલ જ મળી આવ્યું.

  • Share this:
રાજકોટ: શહેરમાં હત્યાના બનાવોમાં વધારો થતો જાય છે. ત્યારે કાલાવડ રોડ પર અવધ બંગલા પાસેથી અવવારૂ જગ્યાએથી માનવ કંકાલ મળી આવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો છે અને પ્રાથમિક તપાસમાં આ કંકાલ મહિલાનું હોવાનું બહાર આવ્યું છે. મહિલાના કટકા કરી કોઇ નાંખી ગયું હોય તેવું જાણવા મળી રહ્યું છે.

મહિલાની હત્યા કરી કોઇ અહીં લાશને ફેંકી ગયું હોય તેવું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જંગલી પ્રાણીઓએ લાશને ફાડી ખાધી હોય માત્ર કંકાલ જ મળી આવ્યું છે. તેમજ અલગ અલગ જગ્યાએથી મહિલાના માથાના વાળ, દુપટ્ટો, વસ્ત્રો, ખોપડી અને હાથ-પગના હાડકાં મળી આવ્યા છે.

ઘટનાને પગલે લોધિકા પોલીસ તેમજ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ અવશેષો મહિલાના હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા આ અવશેષોની ઝીણવટભરી તપાસ કરવા માટે FSLની મદદ માંગવામાં આવી છે. ઉપરાંત આ મૃતક કોણ છે અને ક્યારે તેમજ કંઈ રીતે તેનું મૃત્યું થયું છે સહિતના તમામ મુદ્દાઓ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
First published: September 16, 2018, 5:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading